Sports

પાકિસ્તાન નહીં સુધરે! એશિયા કપમાં ધોલાઈ બાદ પણ ફરી અભિષેક શર્માને આપી ધમકી

By GS TEAM
12 Oct 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓમાં હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. હાલમાં જ ભારત સામે એશિયા કપમાં મળેલી ત્રણ મેચની હારથી પાકિસ્તાનને મરચાં લાગ્યા છે. પાકિસ્તાનને આ સમયગાળા દરમિયાન અભિષેક શર્માનો માર યાદ હશે. જેના કારણે તેમના ખેલાડીઓ હજુ પણ તેને ધમકી આપી રહ્યા છે, પરંતુ જ્યારે તેઓ મેદાન પર ટકરાયા ત્યારે બધાએ જોયું કે, અભિષેક શર્મા શું કરી શકે છે. આ વચ્ચે એક પાકિસ્તાની ખેલાડીએ અભિષેક શર્મા વિશે એક વિચિત્ર નિવેદન આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાન નહીં સુધરે! એશિયા કપમાં ધોલાઈ બાદ પણ ફરી અભિષેક શર્માને આપી ધમકી
Image Twitter 

Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓમાં હજુ પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. હાલમાં જ ભારત સામે એશિયા કપમાં મળેલી ત્રણ મેચની હારથી પાકિસ્તાનને મરચાં લાગ્યા છે. પાકિસ્તાનને આ સમયગાળા દરમિયાન અભિષેક શર્માનો માર યાદ હશે. જેના કારણે તેમના ખેલાડીઓ હજુ પણ તેને ધમકી આપી રહ્યા છે, પરંતુ જ્યારે તેઓ મેદાન પર ટકરાયા ત્યારે બધાએ જોયું કે, અભિષેક શર્મા શું કરી શકે છે. આ વચ્ચે એક પાકિસ્તાની ખેલાડીએ અભિષેક શર્મા વિશે એક વિચિત્ર નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો : IND vs WI: બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવનું શાનદાર પરફોર્મન્સ, 5 વિકેટ ઝડપી બનાવ્યો મહારેકોર્ડ

પાકિસ્તાની ખેલાડીએ અભિષેક શર્માને ધમકી આપી

પાકિસ્તાનના યુવા ફાસ્ટ બોલર ઇહસાનુલ્લાહ ખાને અભિષેક શર્માને લઈને એક એવુ આત્મવિશ્વાસપૂર્ણ નિવેદન આપ્યું છે. જેથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. ઇહસાનુલ્લાહએ દાવો કર્યો છે કે, અભિષેક શર્મા તેની સામે લાંબો સમય ટકી શકશે નહીં અને તે તેને માત્ર બે થી ત્રણ બોલમાં પેવેલિયન પાછો મોકલી દઈશ. ઇહસાનુલ્લાહના આ નિવેદનને પાકિસ્તાની ક્રિકેટરોના ઘમંડની છબીનું ઉદાહરણ પુરુ પાડે છે. 

આ નિવેદન બાદ 23 વર્ષીય ઇહસાનુલ્લાહ ખાન ચર્ચાનો વિષય બન્યો છે. ઇહસાનુલ્લાહનો જન્મ 11 ઓક્ટોબર, 2002 ના રોજ સ્વાત જિલ્લાના મટ્ટામાં થયો હતો. તે જમણા હાથનો ઝડપી બોલર છે અને નીચલા ક્રમમાં જમણા હાથે બેટિંગ પણ કરી શકે છે. આ સાથે તેણે પાકિસ્તાન માટે અત્યાર સુધી માત્ર પાંચ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમા એક ODI અને ચાર T20નો સમાવેશ થાય છે. તેના ચાર T20 માં, ઇહસાનુલ્લાહે 18.00 ની સરેરાશથી છ વિકેટ લીધી છે. જોકે, તેણે રમેલી કોઈપણ મેચમાં તેને કોઈ સફળતા મળી નથી.

આ પણ વાંચો : IND vs WI: બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવનો પંજો; ભારતે વેસ્ટ ઈન્ડિઝને 'ફોલો-ઓન' કર્યું

પાકિસ્તાનની મોટાઈ મારવાની જૂની ટેવ 

આવું પહેલીવાર નથી બન્યું, જ્યારે કોઈ પાકિસ્તાની ખેલાડીએ આટલો મોટો દાવો કર્યો હોય. પૂર્વ ખેલાડીઓ પછી  ઇહસાનુલ્લાહ જેવા ઉભરતા ખેલાડીઓ પણ તેમનું અનુકરણ કરી રહ્યા છે. ક્રિકેટ ચાહકો હવે રાહ જોઈ રહ્યા છે કે, જ્યારે આ બે ખેલાડીઓ સામસામે હશે, ત્યારે ઇહસાનુલ્લાહ તેના દાવાઓ પર કેવા ખરા ઉતરશે. શું તે ખરેખર અભિષેક શર્મા જેવા વિસ્ફોટક બેટરને માત્ર બે કે ત્રણ બોલમાં જ આઉટ કરી શકશે, કે પછી તેનો દાવો માત્ર વાતો સાબિત થશે? આ દાવાની સત્યતા મેદાન પર જ બહાર આવશે.