Get The App

પાકિસ્તાનની ટીમમાં ઓલ ઈઝ નોટ વેલ! કેપ્ટન અને હેડ કોચ વચ્ચે માથાકૂટનો VIDEO વાઇરલ

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનની ટીમમાં ઓલ ઈઝ નોટ વેલ! કેપ્ટન અને હેડ કોચ વચ્ચે માથાકૂટનો VIDEO વાઇરલ 1 - image


Pakistan Match vs NAM and Salman agha Controversy With head Coach : પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે મેદાનની બહાર ડગઆઉટમાં પણ જોવા મળ્યો છે. નામિબિયા સામેની મેચ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા અને કોચ માઈક હેસન વચ્ચેની તીખી બોલાચાલીએ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.



સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયો 

T20 વર્લ્ડ કપ 2026માં નામિબિયા સામેની મેચ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા અને ટીમના મુખ્ય કોચ માઈક હેસન વચ્ચે ડગઆઉટમાં જ જોરદાર બોલાચાલી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનાના ફૂટેજ કેમેરામાં કેદ થયા છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

કેમ ભડક્યો વિવાદ?

નામિબિયા સામેની મેચમાં સલમાન અલી આગાએ 23 બોલમાં 38 રનની ઈનિંગ રમી હતી. જોકે, તે આઉટ થઈને જ્યારે ડગઆઉટમાં પરત ફર્યો ત્યારે કોચ માઈક હેસન તેના શોટ સિલેક્શન અથવા મેચની પરિસ્થિતિને લઈને નારાજ દેખાતા હતા. બંને વચ્ચેની વાતચીત એટલી વધી ગઈ કે તે તીખી દલીલોમાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન અન્ય ખેલાડીઓ પણ ડગઆઉટમાં અસહજ દેખાતા હતા.

ગુસ્સામાં કેપ્ટને કાબૂ ગુમાવ્યો 

કોચ સાથેની ઉગ્ર ચર્ચા બાદ સલમાન આગા એટલા ગુસ્સામાં જોવા મળ્યો હતો કે તેણે હાથમાં રહેલી પાણીની બોટલ જોરથી જમીન પર પછાડી હતી. કેપ્ટનના આ વર્તનને કારણે ટીમની શિસ્ત પર સવાલો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો આ ઘટનાની ટીકા કરી રહ્યા છે અને પાકિસ્તાની ટીમના મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવી રહ્યા છે.

ટીમમાં અસંતોષના સંકેત

પાકિસ્તાન ટીમ માટે આ વર્લ્ડ કપ અત્યાર સુધી ઘણો મુશ્કેલ રહ્યો છે. તાજેતરમાં જ ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાનનો 61 રને પરાજય થયો હતો. એવું માનવામાં આવે છે કે સતત હાર અને ખરાબ પ્રદર્શનને કારણે ટીમની અંદર અસંતોષ વધી રહ્યો છે, જે હવે આ રીતે જાહેરમાં બહાર આવી રહ્યો છે.