mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

એશિયા કપમાં જીત બાદ ભારતને લાગ્યો મોટો ઝટકો, પાકિસ્તાન વનડેમાં બન્યું નંબર વન

રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2023માં ચેમ્પિયન બની

એશિયા કપના સુપર-4માં સૌથી નીચે રહેનારી પાકિસ્તાનની ટીમે ICC રેન્કિંગમાં મોટો હાથ માર્યો

Updated: Sep 18th, 2023

એશિયા કપમાં જીત બાદ ભારતને લાગ્યો મોટો ઝટકો, પાકિસ્તાન વનડેમાં બન્યું નંબર વન 1 - image

રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2023માં ચેમ્પિયન બની છે. ભારતે ફાઈનલ મેચમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું છે. પરંતુ આ જીત બાદ પણ ભારતને ICC વનડે રેન્કિંગમાં મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ ફરી એકવાર વનડેની નંબર વન ટીમ બની ગઈ છે.

એશિયા કપના સુપર-4માં સૌથી નીચે રહેનારી પાકિસ્તાનની ટીમે ICC રેન્કિંગમાં મોટો હાથ માર્યો છે. પાકિસ્તાને સાઉથ આફ્રિકાની જીતથી મોટો ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી વનડે સીરીઝના પાંચમાં અને છેલ્લા મુકાબલામાં આફ્રિકાએ 122 રનથી શાનદાર જીત મેળવીને વનડે રેન્કિંગમાં નંબર વન ઓસ્ટ્રેલિયાને ત્રીજા નંબરે ધકેલી દીધું અને પાકિસ્તાન ફરી એકવાર વનડેની નંબર વન ટીમ બનવામાં સફળ થઈ ગઈ.

બીજા નંબર પર ભારત, આવી રીતે બની શકે છે નંબર વન

ટીમ ઈન્ડિયા ICC વનડે રેન્કિંગમાં નંબર બે પર રહી છે. ભારતની પાસે 114.659ના રેન્કિંગ પર છે. ત્યારે નંબર વન પર પહોંચનારી પાકિસ્તાનની ટીમ પાસે 114.889 રેટિંગ છે. એશિયા કપ બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 22 સપ્ટેમ્બરથી ત્રણ વનડે મેચોની ઘરેલુ સીરીઝ રમાશે. આ સીરીઝ દ્વારા ભારતીય ટીમ નંબર વનની પોઝિશન મેળવી શકે છે. ત્યારે, આ સીરીઝ દ્વારા ઓસ્ટ્રેલિયા ટીમ પણ ફરી એકવાર નંબર વન પર આવી શકે છે.

અન્ય ટીમોની આ છે સ્થિતિ

પાકિસ્તાન નંબર વન, ભારત બીજા નંબર પર છે. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ 113 રેટિંગ સાથે ત્રીજા નંબર પર છે. આ સિવાય સાઉથ આફ્રિકા 106 રેટિંગની સાથે ચોથા અને ઈંગ્લેન્ડ 105 રેટિંગ સાથે પાંચમાં નંબર પર છે.

ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલમાં નંબર વન છે ભારત

ઉલ્લેખનીય છે કે, ICCની ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગમં ભારતીય ટીમ નંબર વન પર છે. ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા પાસે 118 અને ટી20 ઈન્ટરનેશનલમાં 264 રેટિંગ છે.

Gujarat