મેચની આગલી રાતે પાક ખેલાડીઓની હુક્કા પાર્ટી? શોએબ મલિકનુ કેરિયર ખતમ?
માંચેસ્ટર, તા.18 જૂન 2019, મંગળવાર
વર્લ્ડકપમાં ભારત સામેની મેચમાં હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ જગતમાં જાણે ભૂકંપ આવી ગયો છે.
તેમાં પણ મેચની આગલી રાતે પાક ટીમના સભ્ય શોએબ મલિક અને તેની પત્ની તેમજ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે કેટલાક પાક ખેલાડીઓ હુક્કા પાર્ટીમાં વ્યસ્ત હતા તેવી તસવીરો વાયરલ થઈ ગયા બાદ તો પાકના ક્રિકેટ ચાહકોનો રોષ બેવડાઈ ગયો છે. જ્યારે ભારતના ક્રિકેટ ચાહકો પાક ટીમની ભરપૂર મજાક ઉડાવી રહ્યા છે.
આ તસવીરો વાયરલ થયા બાદ શોએબ મલિક ક્રિકેટ ચાહકોના નિશાના પર આવી ગયો છે. મલિક ભારત સામેની મેચમાં પહેલા જ બોલે આઉટ થઈ ગયો હતો.
પાકના પૂર્વ ક્રિકેટર મહોમ્મદ યુસુફનુ કહેવુ છે કે, મને લાગે છે કે, શોએબ મલિકનુ કેરિયલ લગભગ પુરૂ થઈ ગયુ છે. મને નથી લાગતુ કે, હાલના વર્લ્ડકપમાં હવે તેને મોકો મળે. તેને ફરી ટીમમાં રાખવો પણ ભૂલ હશે. જોકે ટીમ મેનેજમેન્ટ મલિકનો બચાવ કરી રહ્યુ છે.
શોએબ મલિકે પહેલા પણ કહી ચુક્યો છે કે, આ મારો છેલ્લો વર્લ્ડકપ છે.