For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાં સૌપ્રથમ વખત યોજાનારા ચેસ ઓલિમ્પિયાડ પહેલા ટોર્ચ રિલેનું આયોજન

- ટોર્ચ રિલે પાંચ ખંડનો પ્રવાસ કરશે

- મહાબલીપુરમમાં ૨૮મી જુલાઈથી ચેસ ઓલિમ્પિયાડ

Updated: Jun 7th, 2022

Article Content Imageચેન્નાઈ, તા.૭

ભારતમાં સૌપ્રથમ વખત યોજાનારા ચેસ ઓલિમ્પિયાડ અગાઉ ટોર્ચ રિલેનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈ નજીક આવેલા મહાબલીપુરમમાં ૨૮મી જુલાઈથી શરૃ થનારા ચેસ ઓલિમ્પિયાડમાં ઓપન કેટેગરીમાં ૩૪૩ અને વિમેન્સ કેટેગરીમાં ૧૮૭ ટીમ ભાગ લઈ રહી છે. ચેસ ઓલિમ્પિયાડ અગાઉ યોજાનારી ટોર્ચ રિલે ભારતમાંથી શરૃ થઈને પાંચ ખંડનો પ્રવાસ ખેડશે અને ભારત પાછી ફરશે.

ટોર્ચ રિલેમાં પાંચ વખતનો ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ૫૨ વર્ષીય વિશ્વનાથન આનંદ પણ જોડાવાનો છે. ચેસ ઓલિમ્પિયાડને ૫૦ દિવસ બાકી છે, ત્યારે આનંદે પણ આ અંગે ટ્વીટ કરી હતી.

અલબત્ત, ટોર્ચ રિલેનો વિગતવાર કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. નોંધપાત્ર છે કે, ચેસ ઓલિમ્પિયાડની યજમાની રશિયાને આપવામા આવી હતી. જોકે રશિયાએ યુક્રેન પર કરેલા હૂમલાને પગલે ચેસ ઓલિમ્પિયાડની યજમાની તેની પાસેથી આંચકી લઈને ભારતને સોંપવાનો નિર્ણય લેવાયો હતો.

Gujarat