ઓલિમ્પિક 2028: ક્રિકેટનો કાર્યક્રમ જાહેર, 6-6 ટીમો ભાગ લેશે, T20 ફોર્મેટમાં યોજાશે મેચ
Olympics 2028 :ઓલિમ્પિકમાં હવે ક્રિકેટની વાપસી નિશ્ચિત થઈ ગઈ છે અને તેનો શેડ્યૂલ પણ જાહેર થઈ ચૂકયા છે. અમેરિકાના લૉસ એન્જેલિસ શહેરમાં વર્ષ 2028માં યોજાનાર ઓલિમ્પિક મેચમાં ક્રિકેટની મેચ પણ પોમોના શહેરના ફેયર ગ્રાઉન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે, જે લૉસ એન્જેલિસથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલ છે. આ મેચ 12 જુલાઈથી શરૂ થશે, જ્યારે મેડલ મેચો 20 અને 29 જુલાઈએ રમાશે.
6-6 ટીમો ભાગ લેશે
પુરુષ અને મહિલાઓ બંને વર્ગોમાં કુલ 6-6 ટીમ ભાગ લેશે અને T20 ના આ ફોર્મેટમાં T20 ફોર્મેટમાં આ ઓલિમ્પિકમાં કુલ 180 ખેલાડીઓ ભાગ લેશે. ક્રિકેટનો સમાવેશ આની પહેલા માત્ર એક વાર પેરિસ ઓલિમ્પિકમાં કરવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, 14 અને 21 જુલાઈએ કોઈ મેચ નહીં હોય, જ્યારે મોટાભાગના દિવસોમાં ડબલ હેડર રમાશે.
વર્ષ 1900માં ઓલિમ્પિકમાં રમાઈ હતી ક્રિકેટ
વર્ષ 1900માં પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટ માત્ર એક વાર રમાઈ હતી, જ્યાં બને ટીમ- ગ્રેટ બ્રિટેન અને ફ્રાંસે બે દિવસીય મેચ રમી હતી. આ મેચમાં ગ્રેટ બ્રિટેને ગોલ્ડ જીત્યો હતો. પુરુષો અને મહિલાઓના વર્ગમાં કુલ 90-90 ખેલાડીઓના ક્વોટા આપવામાં આવ્યા છે, જેથી બધી 12 ટીમો 15-15 સભ્યોની ટીમ જાહેર કરી શકે.