Get The App

નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં આનંદનો પરાજય પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે ફેંકાયો

- અઝરબૈજાનના મામેડયારોવ સામે આનંદ હાર્યો

- કાર્લસન ૧૫ પોઈન્ટ સાથે ટોચ પર

Updated: Jun 10th, 2022

GS TEAM

Google News
Google News
નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં આનંદનો પરાજય પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે ફેંકાયો 1 - image

સ્ટાવાન્જર, તા.૧૦

નોર્વે ચેસ ટુર્નામેન્ટના આઠમા રાઉન્ડમાં ભારતના દિગ્ગજ ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદનો અઝરબૈજાનના મામેડયારોવ સામે પરાજય થયો હતો. આ સાથે આનંદ પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે ફેંકાયો હતો. જ્યારે વર્લ્ડ ચેમ્પિયન નોર્વેના કાર્લસને ફ્રાન્સના માક્ષિમ વાચિર-લાગ્રાવેને હરાવીને ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતુ.

આઠ રાઉન્ડના અંતે કાર્લસન ૧૫ પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. જ્યારે મામેડયારોવ તેના કરતાં અડધો પોઈન્ટ પાછળ છે. જ્યારે વિશ્વનાથન આનંદ ૧૩ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આનંદનો  મામેડયારોવ સામે ૨૨ મુવ્સ પછી પરાજય થયો હતો. આનંદે કરેલા છબરડાનો લાભ મામેડયારોવને મળ્યો હતો.

કાર્લસન અને માક્ષિમ વચ્ચેની મેચ ૭૯ મુવ્સ બાદ ડ્રો થઈ હતી. આ સાથે આર્મજેડ્ડોન મુકાબલામાં કાર્લસને ૫૪ ચાલ બાદ જીત હાંસલ કરી હતી. અમેરિકાના વેસ્લે સોએ બ્લીટ્ઝ ટુર્નામેન્ટ જીતી હતી. જોકે તે આઠમા રાઉન્ડમાં બલ્ગેરિયાના ટોપાવોલ સામે હારી ગયો હતો. જ્યારે રાજ્દાબોવે ચીનના હાઓ વાંગને સડન ડેથ ટાઈબ્રેકરમાં હરાવ્યો હતો.

ડચ પ્લેયર અનિસ ગીરીએ નોર્વેના આર્યન ટારીને ૬૧ મુવ્સના ક્લાસિક મુકાબલામાં હરાવ્યો હતો. હવે ટારીનો મુકાબલો આનંદ સામે થશે.