Sports

3 વર્ષના લાંબા ગાળા બાદ મેદાન પર ઉતરતા જ રડી પડ્યો નેમાર! ગર્લફ્રેન્ડ બ્રૂના અને દીકરીઓ પણ દેખાઈ સાથે

By GS TEAM
25 Jun 20263 mins read
TukuTouch Logo
બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરે 3 વર્ષ બાદ સ્કોટલેન્ડ સામેની FIFA વર્લ્ડ કપ 2026 મેચમાં રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી. ગંભીર ઈજાઓ અને સર્જરીઓ સામે લાંબી લડાઈ બાદ, 76th મિનિટે હાર્ડ રોક સ્ટેડિયમમાં મેદાન પર ઉતરતા તે ભાવુક થઈ રડ્યો હતો. બ્રાઝિલે 3-0થી જીત મેળવી. નેમારે પરિવાર સાથે આ ક્ષણ માણી.

Summarized by AI; it may make mistakes. Check important info

3 વર્ષના લાંબા ગાળા બાદ મેદાન પર ઉતરતા જ રડી પડ્યો નેમાર! ગર્લફ્રેન્ડ બ્રૂના અને દીકરીઓ પણ દેખાઈ સાથે

Neymar Junior Back On Field: બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરે FIFA વર્લ્ડ કપ 2026માં સ્કોટલેન્ડ સામેના મુકાબલામાં 3 વર્ષ લાંબા ગાળા બાદ રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી છે. ગંભીર ઇજાઓ અને અસંખ્ય સર્જરીઓ સામે લાંબી લડાઈ લડ્યા બાદ, નેમાર જ્યારે મેચની 76th મિનિટે મેદાન પર ઉતર્યો ત્યારે તે પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યો નહોતો. કેમેરામાં તે પોતાની આંખોમાંથી આંસુ લૂછતો કેદ થયો હતો. આ ક્ષણ તેના લાંબા સંઘર્ષ, પીડા અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પુનરાગમનની એક અદ્ભુત ગાથા બની ગઈ છે.
FIFA વર્લ્ડ કપ 2026માં બ્રાઝિલે સ્કોટલેન્ડ પર 3-0થી શાનદાર જીત મેળવી હતી, પરંતુ આ જીત વચ્ચે એક એવી ભાવુક પળ જોવા મળી જેણે દુનિયાભરના ફૂટબોલ ફેન્સના દિલ જીતી લીધા. મેચ પૂરી થયા બાદ નેમાર તેની પાર્ટનર બ્રુના બિયાન્કાર્ડી અને બંને દીકરીઓ સાથે જોવા મળ્યો હતો. બ્રુનાએ ભાવુક થયેલા નેમારને કિસ કરીને પ્રોત્સાહિત કર્યો હતો, જે પછી નેમાર તેની દીકરીઓ માવી અને મેલ સાથે મેદાન પર રમતો જોવા મળ્યો હતો.

હાર્ડ રોક સ્ટેડિયમમાં ગૂંજી ઉઠ્યું 'નેમાર… નેમાર…'

હાર્ડ રોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચની 76th મિનિટે બ્રાઝિલના મુખ્ય કોચ કાર્લો એન્સેલોટીએ નેમારને મેદાન પર મોકલ્યો હતો. તેણે મેથિયસ કુન્હાની જગ્યા લીધી હતી. નેમાર જેવો જ મેદાન પર પહોંચ્યો, સ્ટેડિયમમાં હાજર હજારો બ્રાઝિલિયન સમર્થકોએ જોરદાર તાળીઓ અને નારાઓ સાથે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ માત્ર એક ખેલાડીનું મેદાન પર પરત ફરવું નહોતું, પરંતુ વર્ષોના દર્દ, નિરાશા અને આકરી મહેનતનો સુખદ અંત હતો.

ઓક્ટોબર 2023 પછી બ્રાઝિલ માટે પ્રથમ મેચ

નેમાર ઓક્ટોબર 2023 પછી પહેલીવાર બ્રાઝિલની નેશનલ ટીમ માટે રમવા ઉતર્યો હતો. છેલ્લા લગભગ 3 વર્ષોમાં વારંવાર થયેલી ઇજાઓએ તેની કારકિર્દીની રફતારને બ્રેક લગાવી દીધી હતી. એક સમયે તો એવું લાગતું હતું કે નેમાર માટે હવે ઇન્ટરનેશનલ ફૂટબોલમાં વાપસી કરવી અશક્ય બની જશે, પરંતુ તેના અડગ મનોબળે આ આશંકાઓને ખોટી સાબિત કરી દીધી.

સર્જરી અને રિહેબિલિટેશનનો અત્યંત મુશ્કેલ સમય

બ્રાઝિલના આ જાદુઈ ખેલાડીને છેલ્લા કેટલાક વર્ષોમાં શરીરના અલગ-અલગ ભાગોમાં ગંભીર ઇજાઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ઘૂંટણની ગંભીર ઇજાના કારણે તેને એક કરતાં વધુ વખત સર્જરી કરાવી પડી હતી અને મહિનાઓ સુધી કંટાળાજનક રિહેબિલિટેશન માંથી પસાર થવું પડ્યું હતું. આ ઇજાઓના કારણે જ તે લાંબા સમય સુધી નેશનલ ટીમની બહાર રહ્યો અને તેના ભવિષ્ય પર સવાલો ઊભા થયા હતા.

ચાલુ વર્ષે મે મહિનામાં લાગેલી નવી ઇજાએ ચિંતા વધારી હતી


નેમારની મુશ્કેલીઓ અહીં જ પૂરી નહોતી થઈ. ચાલુ વર્ષે 17 મેના રોજ બ્રાઝિલિયન Serie A માં સેન્ટોસ તરફથી રમતી વખતે કોરિતિયા સામેના મુકાબલામાં તેની જમણી કાફમાં ગ્રેડ-2 ટિયર એટલે કે સ્નાયુ ફાટી ગયું હતું. આ ઇજાને કારણે તે ફરી 1 મહિનાથી વધુ સમય માટે મેદાનથી દૂર થઈ ગયો. આ ઘટના પછી ફરી ચર્ચાઓ શરૂ થઈ કે શું 34 વર્ષનો નેમાર હવે ટોચના સ્તરે ફૂટબોલ રમી શકશે?

કોચ એન્સેલોટીનો અડગ ભરોસો રંગ લાવ્યો

તમામ નકારાત્મકતાઓ વચ્ચે બ્રાઝિલના હેડ કોચ કાર્લો એન્સેલોટીએ નેમાર પર પોતાનો અડગ ભરોસો જાળવી રાખ્યો હતો. તેમણે વર્લ્ડ કપ જેવા સૌથી મોટા મંચ પર આ અનુભવી ખેલાડીને તક આપી અને નેમારે પણ મેદાન પર ઉતરીને આ ભરોસાની કિંમત ચૂકવી. ભલે તે આ મેચમાં ગોલ ન કરી શક્યો, પરંતુ તેનું મેદાન પર હોવું જ બ્રાઝિલિયન ફૂટબોલ પ્રેમીઓ માટે કોઈ મોટી જીતથી ઓછું નહોતું.