પ્રથમ ટેસ્ટ : પાકિસ્તાનનો નાટયાત્મક ધબડકો, ન્યૂઝીલેન્ડનો ૪ રને વિજય
ન્યૂઝીલેન્ડે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પાંચમો સૌથી ઓછા અંતરનો વિજય મેળવ્યો
૧૭૬ના ટાર્ગેટ સામે પાકિસ્તાન ૩ વિકેટે ૧૩૦ના સ્કોરમાંથી ૧૭૧માં ઓલઆઉટ : મેન ઓફ ધ મેચ એજાઝ પટેલની ૫ વિકેટ
અબુ ધાબી, તા. ૧૯
પાકિસ્તાન ક્રિકેટ ટીમની 'ખાસિયત' રહી છે કે તે સાધારણ
રન ચેઝને પણ અત્યંત મુશ્કેલ બનાવીને નીરસ જણાતી મેચને રસપ્રદ બનાવી શકે
છે. જેનું આજે વધુ એક ઉદાહરણ જોવા મળ્યું હતું. પ્રથમ ટેસ્ટ મેચ જીતવા
માટે ન્યૂઝીલેન્ડે આપેલા ૧૭૬ના ટાર્ગેટ સામે પાકિસ્તાનનો સ્કોર ૩ વિકેટે
૧૩૦ હતો અને બાકીના ૪૬ રન આસાનીથી હાંસલ કરી લઇને વિજય મેળવી લેશે તેમ
જણાતું હતું. પરંતુ પાકિસ્તાનની ટીમનો નાલેશીજનક ધબડકો થતાં તેની ઇનિંગ્સ
૧૭૧માં સમેટાઇ ગઇ હતી. આમ, ન્યૂઝીલેન્ડે રોમાંચક મુકાબલામાં ચાર રને વિજય
મેળળી લઇને ૩ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦ની સરસાઇ હાંસલ કરી લીધી છે.
ન્યૂઝીલેન્ડે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં રનની રીતે પાંચમો સૌથી ઓછા અંતરનો
વિજય મેળવ્યો હતો.
ન્યૂઝીલેન્ડના આ યાદગાર વિજયમાં મુંબઇમાં જન્મેલો
સ્પિનર એજાઝ પટેલ હીરો રહ્યો હતો. ડેબ્યુ ટેસ્ટમાં રમી રહેલા એજાઝ પટેલને
પ્રથમ ઇનિંગ્સમાં બે, બીજી ઇનિંગ્સમાં પાંચ એમ કુલ ૭ વિકેટ ખેરવવા બદલ
'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે
રમાયેલી આ ટેસ્ટમાં ૧૭૬ના ટાર્ગેટ સામે પાકિસ્તાને ચોથા દિવસનો પ્રારંભ ૮
ઓવરમાં વિના વિકેટે ૩૭ રનથી કર્યો હતો. દિવસની ૬ ઓવરમાં જ પાકિસ્તાને
ઇમામ-ઉલ-હક, મોહમ્મદ હાફીઝ, હેરિસ સોહેલની વિકેટ ગુમાવી દેતાં તેનો સ્કોર ૩
વિકેટે ૪૮ થઇ ગયો હતો.
અહીંથી અસાદ શફિક-અઝહર અલીએ મોરચો સંભાળી લઇને ચોથી વિકેટ માટે ૮૨ રનની ભાગીદારી નોંધાવી હતી. લંચની એક ઓવર અગાઉ જ શફિક ૪૫ રને વેગનરનો શિકાર બન્યો હતો અને જેની સાથે જ પાકિસ્તાનના નાટયાત્મક ધબડકાની શરૃઆત થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડની ચુસ્ત બોલિંગ સામે પાકિસ્તાનનું મિડલ ઓર્ડર, લોઅર મિડલ ઓર્ડર દબાણમાં આવવા લાગ્યું હતું.
અઝહર અલીએ પૂંછડીયા બેટ્સમેનો સાથે મળીને પાકિસ્તાનના વિજયની આશા જીવંત રાખી હતી. અલબત્ત, છેલ્લે તે જ એજાઝ પટેલની બોલિંગમાં એલબીડબલ્યુ થયો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં રનની રીતે સૌથી ઓછા અંતરના વિજય
ટીમ વિ. અંતર સ્થળ વર્ષ
વેસ્ટ ઇન્ડીઝ ઓસ્ટ્રેલિયા ૧ રન એડિલેડ ૧૯૯૩
ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ૨ રન બર્મિંગહામ ૨૦૦૫
ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ૩ રન માન્ચેસ્ટર ૧૯૦૨
ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ૩ રન મેલબોર્ન ૧૯૮૨
ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન ૪ રન અબુધાબી ૨૦૧૮
દ.આફ્રિકા ઓસ્ટ્રેલિયા ૫ રન સિડની ૧૯૯૪
ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ૬ રન સિડની ૧૮૮૫
ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ ૭ રન ઓવલ ૧૮૮૨
દ.આફ્રિકા શ્રીલંકા ૭ રન કેન્ડી ૨૦૦૦
ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ૭ રન હોબાર્ટ ૨૦૧૧
'મેન ઓફ ધ મેચ' એજાઝ પટેલ મુંબઇમાં જન્મ્યો છે
ન્યૂઝીલેન્ડના
યાદગાર વિજયમાં ન્યૂઝીલેન્ડમાં નહીં જન્મેલા બોલર્સે મહત્વની ભૂમિકા અદા
કરી હતી. પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનની ૨૦માંથી ૧૫ વિકેટ ન્યૂઝીલેન્ડમાં નહીં
જન્મેલા બોલર્સ દ્વારા ખેરવવામાં આવી હતી.જેમાં એજાઝ પટેલ ૨૧ ઓક્ટોબર
૧૯૮૮ના મુંબઇમાં જન્મ્યો છે અને તેણે મેચમાં કુલ ૭ વિકેટ ખેરવી હતી. એજાઝ
પટેલ ૮ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયો હતો. ૩૦
વર્ષીય એજાઝે ક્રિકેટ રમવાનું શરૃ કર્યું ત્યારે તે મીડિયમ પેસર હતો. બીજી
તરફ ૩ વિકેટ ખેરવનારો ઇશ સોઢી પંજાબના લુધિયાણામાં જન્મ્યો છે. આમ,
પાકિસ્તાનની કુલ ૨૦માંથી ૧૦ વિકેટ ભારતમાં જન્મેલા બોલર્સ દ્વારા ખેરવવામાં
આવી હતી.
પ્રથમ ટેસ્ટ : કિવિઝ બોલર્સનું પ્રદર્શન
ટેસ્ટમાં વિકેટ બોલર જન્મ
૦૭ એજાઝ પટેલ મુંબઇ, ભારત
૦૩ નીલ વેગનર પ્રેટોરિયા,દ.આફ્રિકા
૦૩ ઇશ સોઢી લુધિયાણા, પંજાબ
૦૨ કોલિન ડી ગ્રાન્ડહોમ હરારે, ઝિમ્બાબ્વે
૦૧ રનઆઉટ (સોઢી/પટેલ)
૦૪ ટ્રેન્ટ બૌલ્ટ ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડ (પ્રથમ દાવ) ૧૫૩
પાકિસ્તાન (પ્રથમ દાવ) ૨૨૭
ન્યૂઝીલેન્ડ (બીજો દાવ) ૨૪૯
પાકિસ્તાન (બીજો દાવ, ટાર્ગેટ ઃ ૧૭૬) રન બોલ ૪ ૬
ઇમામ એલબી. બો. પટેલ ૨૭ ૩૩ ૪ ૦
હાફીઝ કો. ગ્રાન્ડહોમ બો. સોઢી ૧૦ ૪૪ ૧ ૦
અઝહર એલબી. બો. પટેલ ૬૫ ૧૩૬ ૫ ૦
સોહેલ કો. એન્ડ બો. સોઢી ૪ ૩ ૧ ૦
શફિક કો. વેટલિંગ બો. વેગનર ૪૫ ૮૧ ૪ ૦
બાબર રનઆઉટ ૧૩ ૨૧ ૧ ૦
સરફરાઝ કો. વેટલિંગ બો. પટેલ ૩ ૭ ૦ ૦
બિલાલ બો. પટેલ ૦ ૨ ૦ ૦
યાસિર કો. ટેલર બો. વેગનર ૦ ૭ ૦ ૦
હસન કો. (સબ) બો. પટેલ ૦ ૮ ૦ ૦
અબ્બાસ અણનમ ૦ ૧૦ ૦ ૦
એક્સ્ટ્રા ઃ ૦૪, કુલ ઃ (૫૮.૪ ઓવરમાં) ૧૭૧. વિકેટ ઃ ૧-૪૦ (ઇમામ, ૧૨.૩), ૨-૪૪ (હાફીઝ, ૧૩.૧), ૩-૪૮ (સોહેલ, ૧૩.૪), ૪-૧૩૦ (શફિક, ૩૭.૩), ૫-૧૪૭ (બાબર, ૪૨.૪), ૬-૧૫૪ (સરફરાઝ, ૪૪.૬), ૭-૧૫૪ (બિલાલ, ૪૬.૨), ૮-૧૫૫ (યાસિર, ૪૭.૪), ૯-૧૬૪ (હસન, ૫૦.૬), ૧૦-૧૭૧ (અઝહર, ૫૮.૪). બોલિંગ ઃ બૌલ્ટ ઃ ૭-૦-૨૯-૦, ગ્રાન્ડહોમ ઃ ૩-૦-૧૫-૦, એજાઝ પટેલ ઃ ૨૩.૪-૪-૫૯-૫, સોઢી ઃ ૧૨-૦-૩૭-૨, વેગનર ઃ ૧૩-૪-૨૭-૨.