Get The App

ભારત-ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટમાં લાગુ થશે નવા નિયમો, ICCએ લીધો મોટો નિર્ણય

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
ભારત-ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટમાં લાગુ થશે નવા નિયમો, ICCએ લીધો મોટો નિર્ણય 1 - image


India vs England Test Match : હાલ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે, જેમાંથી બીજી ટેસ્ટ મેચ 2થી 6 જુલાઈ રમાવાની છે. આ દરમિયાન બંને ટીમોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા નિયમો હેઠળ બીજી ટેસ્ટ મેચ રમવાની રહેશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટે પરાજય થયો હતો. આ ટેસ્ટ મેચોની સિરિઝ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2025-2027 (WTC) હેઠળ રમાઈ રહી છે.

નવા નિયમો શ્રીલંકા-બાંગ્લાદેશ મેચથી લાગુ

આઈસીસીએ ટેસ્ટ મેચ માટે જાહેર કરેલા નવા નિયમોની વાત કરીએ તો, તેમાં ‘સ્ટૉપ ક્લૉક’થી લઈને ‘શોર્ટ રન’ સંબંધ નિયમો સામેલ છે. આ નિયમો નવા WTCથી લાગુ કરી દેવાયા છે. આઈસીસીએ નવા નિયમો પહેલેથી જ બનાવી દીધા છે અને તેને શ્રીલંકા-બાંગ્લાદેશની ટેસ્ટથી લાગુ કરી દેવાયા છે. 

આઈસીસીના 8 નવા નિયમ

1... ટેસ્ટ ક્રિકેટમાં સ્ટૉપ ક્લોક નિયમ

આઈસીસીએ વ્હાઈટ ફોર્મેટની જેમ ટેસ્ટ મેચોમાં સ્ટોપ ક્લોક નિયમ લાગુ કર્યો છે. આ નિયમ મુજબ ફિલ્ડિંગ કરતી ટીમે 60 સેકન્ડની અંદર આગામી ઓવર શરૂ કરવાની રહેશે. જો આવું નહીં કરે તો એમ્પાયર બે વખત ચેતવણી આપશે. ત્રીજી વખત ભૂલ કરશે તો પાંચ રનની પેનલ્ટી ફટકાશે, એટલે કે વિરોધી ટીમને પાંચ રન અપાસે. આ નિયમ દર 80 ઓવર સુધી લાગુ પડશે, એટલે કે 81 ઓવરમાં ફરી વોર્નિંગ નિયમ શરૂ થસે.

2...વન-ડેમાં 35 ઓવર બાદ માત્ર એક બોલનો ઉપયોગ થશે

વન-ડે ક્રિકેટમાં 25 ઓવરે એક બોલનો ઉપયોગ થતો હતો, જોકે બે જુલાઈથી વન-ડેમાં 35 ઓવર બાદ એક ટીમને એક જ બોલનો ઉપયોગ કરવાની મંજૂરી અપાશે.

3... સલાઈવા નિયમમાં પણ ફેરફાર

બોલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ છે. જો કોઈ ખેલાડી આવું કરે છે તો પાંચ રનની પેનલ્ટી ફટકારવામાં આવે છે. અગાઉ બોલ પર લાળ લગાવતી વખતે બોલ ફરજીયાત બદલાતો હતો. જોકે હવે બોલ બદલવાનો નિર્ણય એમ્પાયર કરશે. જો એમ્પાયરને લાગશે કે બોલ બદલવાની જરૂર છે, તો જ આવું થઈ શકશે.

4... નો બોલ પર કેચનો રિવ્યૂ જોવાશે

અગાઉ નો બોલ વખતે કેચનો રિવ્યૂ જોવાતો ન હતો. જોકે હવે નો બોલ વખતે કેચ થશે તો તેનો રિવ્યૂ જોવમાં આવશે. જો યોગ્ય કેચ હશે તો બેટિંગ કરતી ટીમને માત્ર એક રન મળશે. જો યોગ્ય કેચ નહીં હોય તો તે બોલર પર જેટલા રન કર્યા છે, તે રન ગણવામાં આવશે.

5... શોર્ટ રન પર પેનલ્ટી

જો બેટર જાણીજોઈને શોર્ટ રન લેશે તો બેટિંગ કરતી ટીમને પાંચ રનની પેનલ્ટી ફટકારાશે. આ સાથે સ્ટ્રાઈક પર કયા બેટરને રાખવો, તે નિર્ણય ફિલ્ડિંગ કરતી ટીમ અને એમ્પાયર કરશે.

6... આઉટની અપીલનો નિયમ પણ બદલાયો

જો બેટર વિરુદ્ધ  LBW અને રન આઉટ માટે અપીલ કરવામાં આવશે તો ટીવી એમ્પાયર પહેલા એલબીડબલ્યુનો રિવ્યૂ જોશે. કારણ કે આ પહેલા બન્યું છે અને જો બેટ્સમેન આઉટ થાય છે, તો બોલ ત્યાં જ ડેડ થઈ જશે. 

7... કેચ માટેનો નવો નિયમ

નવા નિયમ મુજબ ફિલ્ડિંગ બાઉન્ડ્રી બહાર હવામાં ઉછળતો બોલ માત્ર એક વાર ટચ કરી શકશે. જો કોઈ ફિલ્ડર હવામાં જ ઉછળતા બોલને બાઉન્ડ્રીની અંદર નાખશે અને પછી બાઉન્ડ્રી અંદર આવી કેચ કરશે તો તેને લીગલ માનવામાં આવશે.

8... DRS નિયમ પણ બદલાયો

જો બેટરને કેચ આઉટ જાહેર કરવામાં આવે અને રિવ્યૂમાં પેડ પર બોલ અડતો સ્પષ્ટ દેખાશે તો થર્ડ એમ્પાયર LBWની તપાસ કરશે. આ દરમિયાન જો બૉલ-ટ્રેકિંગમાં એમ્પાર્સ કૉલ આવશે તો બેટરને આઉટ અપાશે.

Tags :