Sports

County Championship: ઈંગ્લેન્ડમાં બન્યો મહારેકોર્ડ, એકની ટ્રિપલ સેન્ચુરી અને ત્રણ બેટરે ફટકારી સદી

By GS TEAM
1 Jul 20252 mins read
TukuTouch Logo
કાઉન્ટી ચેમ્પિયનશિપ ઇંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ મેચમાં રનનો વરસાદ થયો છે. કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 1માં એક ટીમે પ્રથમ ઈનિંગમાં 800થી વધુ રન બનાવ્યા છે. આ ટીમ માટે 4 ખેલાડીઓએ સદી ફટકારી હતી, જેમાંથી એક બેટરે ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 1ના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ ટીમે એક જ ઈનિંગમાં 800થી વધુ રન બનાવ્યા હોય.

Summarized by AI; it may make mistakes. Check important info

County Championship: ઈંગ્લેન્ડમાં બન્યો મહારેકોર્ડ, એકની ટ્રિપલ સેન્ચુરી અને ત્રણ બેટરે ફટકારી સદી
Images Sourse: IANS

Surrey vs Durham County Championship: કાઉન્ટી ચેમ્પિયનશિપ ઇંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ મેચમાં રનનો વરસાદ થયો છે. કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 1માં એક ટીમે પ્રથમ ઈનિંગમાં 800થી વધુ રન બનાવ્યા છે. આ ટીમ માટે 4 ખેલાડીઓએ સદી ફટકારી હતી, જેમાંથી એક બેટરે ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 1ના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ ટીમે એક જ ઈનિંગમાં 800થી વધુ રન બનાવ્યા હોય.

ડોમિનિક સિબલીએ ત્રેવડી સદી ફટકારી

કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 1ની 42મી મેચ સરે અને ડરહામ (Surrey vs Durham) વચ્ચે રમાઈ રહી છે. સરે ટીમના ઓપનિંગ બેટર ડોમિનિક સિબલીએ ત્રેવડી સદી ફટકારીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 475 બોલમાં 305 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેમણે 29 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.



ડોમિનિક સિબલીની ત્રેવડી સદી ઉપરાંત ઓલરાઉન્ડર સેમ કુરને પણ સદી ફટકારી હતી. તેણે 124 બોલમાં 108 રન બનાવ્યા હતા. જ્યારે ડેનિયલ લોરેન્સે 149 બોલમાં 178 રન બનાવ્યા હતા, જેમાં 19 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડના ધાકડ બેટર વિલ જેક્સે પણ 94 બોલમાં 119 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

ડરહામને 821 રનનો લક્ષ્યાંક મળ્યો

સરે ટીમે શાનદાર બેટિંગ દ્વારા 9 વિકેટ ગુમાવીને 820 રન બનાવીને ઇનિંગ્સ ડિકલેર કરી. આજે (પહેલી જુલાઈ) આ ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. સરે બે દિવસમાં 800થી વધુ રન બનાવીને ઈંગ્લેન્ડ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચ્યો છે.