Sports

નીરજ ચોપરાએ પહેલા થ્રોમાં જ કરી કમાલ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઇનલમાં એન્ટ્રી

By GS TEAM
17 Sep 20251 min read
TukuTouch Logo
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તેણે 84.85 મીટરના અંતરે ભાલો ફેંકી ફાઇનલમાં સ્થાન હાંસલ કર્યું હતું. જેમાં પહેલાં થ્રોમાં જ 84.5 મીટરનું ક્વોલિફિકેશન માર્ક નોંધાયું હતું. પરંતુ નીરજ ચોપરાએ 84.85 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. ફાઇનલમાં નીરજ ચોપરાનો સામનો પાકિસ્તાનના અરશદ નદીમ સાથે થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નીરજ ચોપરાએ પહેલા થ્રોમાં જ કરી કમાલ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઇનલમાં એન્ટ્રી

Neeraj Chopra Qualify For Final: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તેણે 84.85 મીટરના અંતરે ભાલો ફેંકી ફાઇનલમાં સ્થાન હાંસલ કર્યું હતું. જેમાં પહેલાં થ્રોમાં જ 84.5 મીટરનું ક્વોલિફિકેશન માર્ક નોંધાયું હતું. પરંતુ નીરજ ચોપરાએ 84.85 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. ફાઇનલમાં નીરજ ચોપરાનો સામનો પાકિસ્તાનના અરશદ નદીમ સાથે થઈ શકે છે.



પહેલાં રાઉન્ડમાં જ ક્વોલિફાય થનારો પ્રથમ એથ્લેટ

નીરજ ચોપરા સિવાય અન્ય કોઈપણ એથ્લેટ પહેલાં રાઉન્ડમાં ક્વોલિફાય થયો નથી. નીરજ ચોપરાના ગ્રૂપમાં છ એથ્લેટ હતા. હવે તે ગુરુવારે ફાઇનલ મુકાબલામાં ઉતરશે. પેરિસ ઓલિમ્પિક 2024 બાદ પ્રથમ વખત પાકિસ્તાનના અરશદ નદીમ સાથે ફાઇનલમાં મુકાબલો કરશે. પેરિસમાં અરશદે 92.97 મીટર થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે નીરજનો સર્વશ્રેષ્ઠ થ્રો 89.45 મીટરનો રહ્યો હતો. આ થ્રો સાથે તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.

ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ 19 એથ્લેટ ગ્રૂપ-એમાં હતો. જેમાં વેબર, વાલ્કોટ, વાડલેજ, સચિન યાદવ સામેલ હતાં. ગ્રૂપ બીમાં અરશદ નદીમ, પીટર્સ, યેગો, ધ સિલ્વા, રોહિત યાદવ, યશવીર સિંહ,અને શ્રીલંકાના ઉભરતા ખેલાડી રમેશ થરંગા પથિરગે હતા. આ બંને ગ્રૂપમાં નીરજ ટોપ-12 થ્રોઅર ફાઇનલમાં પહોંચનારા પ્રથમ એથ્લેટ હતા.