Get The App

હાર્દિક અને બ્રિટિશ સિંગરની ડેટિંગની ચર્ચા વચ્ચે નતાશાની ક્રિપ્ટિક પોસ્ટ, આખરે કોણે માર્યો ટોણો?

Updated: Aug 17th, 2024

GS TEAM

Google News
Google News
હાર્દિક અને બ્રિટિશ સિંગરની ડેટિંગની ચર્ચા વચ્ચે નતાશાની ક્રિપ્ટિક પોસ્ટ, આખરે કોણે માર્યો ટોણો? 1 - image


Image: X

Natasa Stankovic Cryptic Post: એક્ટ્રેસ અને મોડલ નતાશા પતિ હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા જતી રહી છે. હવે આ વચ્ચે તેણે સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે, આ પોસ્ટ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. આ પોસ્ટમાં એક્ટ્રેસનું દર્દ સ્પષ્ટપણે છલકાઈ રહ્યું છે. જેને જોઈને ચાહકોનું દિલ પણ પીગળી ગયું છે. તમને જણાવી દઈએ કે, નતાશાની આ પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે હાર્દિક પંડ્યા અને બ્રિટિશ સિંગર જૈસ્મીન વાલિયા વચ્ચે અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને સિક્રેટલી ડેટ કરી રહ્યા છે અને હાલમાં તેઓ ગ્રીસમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ નતાશા સિંગલ મધર તરીકે પોતાના દીકરાની એકલી પરવરીશ કરી રહી છે.

હાર્દિક અને બ્રિટિશ સિંગરની ડેટિંગની ચર્ચા વચ્ચે નતાશાની ક્રિપ્ટિક પોસ્ટ, આખરે કોણે માર્યો ટોણો? 2 - image

નતાશાની પોસ્ટમાં દર્દ છલકાયું 

નતાશા સ્ટેનકોવિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે કેપ્શન આપ્યું કે, 'આપણે જ છીએ જે એવું વિચારીને વસ્તુને ઝડપથી અંજામ આપવાનું શરુ કરી દઈએ છીએ કે, આપણી પાસે સમય નથી. જો ન કર્યું તો આપણે વસ્તુને મિસ કરી દઈશું. પરંતુ આ ઉતાવળમાં આપણે માત્ર એક વસ્તુ મિસ કરી દઈએ છીએ તે ભગવાનના આશીર્વાદ છે.' આ પોસ્ટમાં નતાશા એ સ્પષ્ટ નથી કર્યું કે તેનો ઇશારો અંતે કોની તરફ છે પરંતુ તેનું દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. 

નતાશાએ કોને ટોણો માર્યો

 નતાશાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર એવા સમયે આવી છે જ્યારે હાર્દિક પંડ્યા બ્રિટિશ સિંગર જૈસ્મીન વાલીયા સાથે ડેટિંગ રૂમર્સને લઈને ચર્ચામાં છે. આવી સ્થિતિમાં હવે અટકળો લગાવવામાં આવી રહી છે કે કદાચ નતાશા પોતાની પોસ્ટ દ્વારા હાર્દિક પંડ્યાને ટોણો મારી રહી છે. નતાશા અને હાર્દિક પંડ્યા એ ગત મહિને જ પોતાના અલગ થવાના ખબર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યા હતા. બન્નેએ કહ્યું હતું કે અમે ચાર વર્ષ  સાથે રહ્યા બાદ હવે પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા છીએ.

સોશિયલ મીડિયા યુઝર્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

બીજી તરફ હવે નતાશાની પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેની માફી માગી રહ્યા છે. તેનું કારણ એ છે કે શરુઆતમાં લોકોને લાગી રહ્યું હતું કે  નતાશા એ હાર્દિકને દગો આપ્યો છે. જો કે હવે માનવામાં આવી રહ્યું છે કે હાર્દિકના જીવનમાં કોઈ બીજી વ્યક્તિના આવવાના કારણે નતાશાએ સંબંધ તોડી નાખ્યો છે.  આ વચ્ચે એક યુઝરે લખ્યું કે, હવે હાર્દિકના જીવનમાં તમે બીજી વખત ના જતા. બીજા એક યુઝરે લખ્યું કે તમે ખૂબ જ સ્ટ્રોંગ છો. અન્ય એક યુઝરે લખ્યું કે, તમે ચિંતા ન કરો અમે તમારી સાથે છીએ. આમ યુઝર એક્ટ્રેસને સાંત્વના આપી રહ્યા છે.

Tags :