Get The App

હાર્દિક-નતાશાના છૂટાછેડાની અફવાઓનો અંત? અભિનેત્રીએ ફેન્સને આપ્યું સરપ્રાઇઝ

Updated: Jun 3rd, 2024

GS TEAM


Google News
Google News
હાર્દિક-નતાશાના છૂટાછેડાની અફવાઓનો અંત? અભિનેત્રીએ ફેન્સને આપ્યું સરપ્રાઇઝ 1 - image


Natasa - Hardik Divorce Rumours: છેલ્લા કેટલાક સમયથી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે. જોકે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ તેમના મૌનથી અટકળોને વધુ વેગ મળ્યો છે. 

આ બધાની વચ્ચે નતાશા ઇન્સ્ટાગ્રામ પર સતત ઘણા અપડેટ્સ શેર કરી રહી છે અને લોકોને મિક્સ હિન્ટ્સ પણ આપી રહી છે. એવા હવે નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક પંડ્યા સાથે લગ્ન અને વેલેન્ટાઈન સહિતની ઘણી તસવીરો રીસ્ટોર કરી છે.

નતાશાએ હાર્દિકના ફોટો રીસ્ટોર કર્યા 

નતાશા સ્ટેનકોવિકે તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર હાર્દિક સાથેના તેના તમામ ફોટા રીસ્ટોર કર્યા છે, જેમાં વેલેન્ટાઇન ડે અને તેમના લગ્નના ફોટો છે. જેથી હવે હાર્દિકના ફેન્સમાં ખૂબ ખુશ છે. તેમના ફેન્સ બંનેના ફરી સાથે ફોટો જોઇને રાહત અનુભવી રહ્યા છે. જો કે ફોટો હટાવવા અને રીસ્ટોર કરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

નતાશાએ પંડ્યાની અટક હટાવી હતી

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી પંડ્યાની અટક હટાવી દીધા બાદ છૂટાછેડાની અફવાઓ ફેલાઈ હતી. એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નતાશા પોતાનું પૂરું નામ 'નતાશા સ્ટેનકોવિક પંડ્યા' લખતી હતી પરંતુ તેણે પોતાના નામમાંથી આ અટક હટાવી દીધી હતી. 4 માર્ચે નતાશાનો જન્મદિવસ હતો. તે દિવસે ક્રિકેટરે કોઈ પોસ્ટ શેર કરી ન હતી.

ત્યારબાદ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે નતાશાએ હાર્દિક સાથેની તમામ તાજેતરની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. હાર્દિક અને નતાશાની એ જ પોસ્ટ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી હતી, જેમાં તેમનો પુત્ર અગસ્ત્ય તેમની સાથે હતો. જો કે, છૂટાછેડા અંગે દંપતી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું.

4 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા

હાર્દિક અને નતાશાના લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે. બંનેએ 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા. તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ તે જ વર્ષે જુલાઈમાં થયો હતો. નતાશા લગ્ન પહેલા ક્રિકેટર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી અને આ દરમિયાન તે લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી, ત્યારબાદ બંનેએ કોરોનાના સમયગાળા દરમિયાન કોર્ટ મેરેજ કર્યા હતા. જ્યારે, ગયા વર્ષે 2023માં, દંપતીએ રિત-રિવાજો સાથે લગ્ન કર્યા હતા.

હાર્દિક-નતાશાના છૂટાછેડાની અફવાઓનો અંત? અભિનેત્રીએ ફેન્સને આપ્યું સરપ્રાઇઝ 2 - image

Tags :