Get The App

Natasa Stankovic: મુંબઈ છોડીને વતન પહોંચી નતાશા, હાર્દિકથી અલગ થવાની ચર્ચા વચ્ચે કરી વિચિત્ર પોસ્ટ

Updated: Jul 18th, 2024

GS TEAM

Google News
Google News
Natasa Stankovic agatsya pandya


Hardik Pandya Natasa Stankovic Divorce rumours: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા અને તેની પત્ની નતાશા સ્ટાન્કોવિકના લગ્નજીવનમાં ભંગાણની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. આ તમામની વચ્ચે હવે વધુ એક અપડેટ સામે આવી છે. નતાશાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પ્રમાણે તે સર્બિયા પહોંચી ગઈ હોય એવું લાગે છે. 

નતાશાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

નતાશાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે 'હોમ સ્વીટ હોમ. જેમાં એક કાર દેખાઈ રહી છે અને આ ઘર વિદેશનું હોવાનું જણાઈ આવે છે. અર્થાત નતાશા તેના સર્બિયાના ઘરની વાત કરી રહી છે. તેની બીજી સ્ટોરીમાં તેનો અને હાર્દિક પંડ્યાનો પુત્ર અગત્સ્ય દેખાય છે. સાથે તેનું એક પેટ એટલે કે પાલતુ શ્વાન દેખાય છે. આ સ્ટોરીમાં તેણે માસા એવું લખીને સફેદ હાર્ટ રાખ્યું છે. અને ત્રીજી સ્ટોરીમાં તેણે અગત્સ્યને ભેટીને હેપી બર્થ ડે વિશ કર્યું છે. જો કે અગત્સ્યનો જન્મદિવસ 30 જુલાય છે અને તેણે આજે શા માટે બર્થ-ડે વિશ કર્યું એ પણ પ્રશ્ન છે. ઘણા લોકોને નવાઈ લાગી રહી છે કે તેણે વહેલું બર્થ-ડે વિશ શા માટે કર્યું હશે.

અગાઉ મુંબઈ એરપોર્ટ પર નતાશા વ્હાઈટ ટોપ અને જેકેટ સાથે બ્લેક પેન્ટ અને શૂઝમાં પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળી હતી. જેના કારણે ચર્ચાએ જોર પકડયું હતું કે નતાશાએ હાર્દિકનું ઘર અને મુંબઈ છોડી દીધું છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ 2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. બાદમાં 31 મે, 2020માં બંનેના લોકડાઉનમાં લગ્ન થયા હતા. બંનેએ હિન્દુ અને વેસ્ટર્ન બંને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. 30 જુલાઈના રોજ પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. જેનું નામ અગત્સ્ય રાખવામાં આવ્યું હતું.   

Tags :