Get The App

હાર્દિક સાથે છૂટાછેડાના 40 દિવસ બાદ ભાવુક થઈ નતાશા, કહ્યું- પ્રેમ ક્યારેય પરાજિત થતો નથી...

Updated: Aug 27th, 2024

GS TEAM

Google News
Google News
Natasa Stankovic and hardik pandya


Natasa Stankovic Post on Love after Divorce: હાર્દિક અને નતાશાના છૂટાછેડાને 40 દિવસ થઈ ગયા છે. ત્યારે હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા તેના માતા-પિતા અને પુત્ર સાથે સર્બિયામાં ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. જો કે, આ દરમિયાન નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને જીવન સાથે જોડાયેલી પોસ્ટ શેર કરતી રહે છે. હવે નતાશાએ પ્રેમ વિશે એક રહસ્યમય સ્ટોરી શેર કરી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે પ્રેમમાં ધીરજ અને દયા હોય છે. આટલું જ નહીં, તેમાં એવું પણ લખ્યું છે કે પ્રેમ કોઈ ખોટી બાબતની નોંધ ન લેતાં બચાવ કરે છે. 

નતાશાએ પ્રેમ વિશે એક રહસ્યમય સ્ટોરી શેર કરી 

નતાશાએ સોશિયલ મીડિયા પર એક સ્ટોરી શેર કરી છે જેમાં પ્રેમ વિશે લખવામાં આવ્યું છે. આ પોસ્ટ પર નતાશાએ સમજાવ્યું છે કે પ્રેમ શું છે. ક્રિપ્ટિક પોસ્ટ શેર કરતી વખતે નતાશાએ લખ્યું, 'પ્રેમમાં શાંતિ છે. પ્રેમમાં દયા હોય છે. તેમાં ઇર્ષ્યા નથી. તે ખોટો અભિમાન નથી કરતો, કે તેમાં અહંકાર નથી. તે કોઈનું અપમાન કરતો નથી. પ્રેમ એટલે માત્ર તમારી જાતમાં મગ્ન રહેવું એ નથી. તેમજ પ્રેમ સામાન્ય વાતોમાં નારાજ નથી થતો. તેમજ પ્રેમ ભૂલોને યાદ નથી રાખતો. પ્રેમ સત્યથી ખૂબ ખુશ થાય છે અને ક્યારેય દોષમાં આનંદ નથી કરતો, પ્રેમ હંમેશા રક્ષણ આપે છે, હંમેશા વિશ્વાસ રાખે છે, હંમેશા આશા રાખે છે. પ્રેમ ક્યારેય પરાજિત થતો નથી.'

હાર્દિક સાથે છૂટાછેડાના 40 દિવસ બાદ ભાવુક થઈ નતાશા, કહ્યું- પ્રેમ ક્યારેય પરાજિત થતો નથી... 2 - image

આ પણ વાંચો: આ બે સ્ટાર ખેલાડીઓ Duleep Trophyથી બહાર, રવીન્દ્ર જાડેજાએ પણ નામ પાછું ખેંચ્યું, જાણો કારણ

બન્નેના છૂટાછેડાનું કારણ સામે આવ્યું 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક અને નતાશાના છૂટાછેડાનું કારણ સામે આવ્યું છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રિકેટર પોતાની જાતમાં ખૂબ જ મગ્ન રહેતો હતો અને નતાશા પર ધ્યાન આપતો ન હતો. આ વાતનો અહેસાસ થતાં બન્નેના સંબંધમાં તિરાડ પડી હતી. નતાશાએ સંબંધ સુધારવાનો પ્રયત્ન કર્યો પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા. આ બાબત સંભાળી ન શકતાં તેને આ સંબંધ પૂરો કરવો જ યોગ્ય લાગ્યું હતું. 

હાર્દિક સાથે છૂટાછેડાના 40 દિવસ બાદ ભાવુક થઈ નતાશા, કહ્યું- પ્રેમ ક્યારેય પરાજિત થતો નથી... 3 - image

Tags :