અમદાવાદનું સ્ટેડિયમ ખાલીખમ, ભારત- વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી
IND vs WI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં આજે ગુરુવારે (2 ઓક્ટોબર) ભારત-વેસ્ટ ઈન્ડિઝની પહેલી ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી જોવા મળી છે. આ માહોલ જોઈને ક્રિકેટ એક્સપર્ટ પણ ચોંકી ગયા હતા.
ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં ખુરશીઓ ખાલી
અમદાવાદના સ્ટેડિયમમાં આયોજિત ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં પહેલા દિવસે જ સ્ટેડિયમમાં ઘણા ઓછા ફેન્સ આવવાથી ખુરશીઓ ખાલી જોવા મળી હતી. આ મામલે સોશિયલ મીડિયામાં લોકો વિવિધ પ્રતિક્રિયા આપી હતી. તમને જણાવી દઈએ કે, ટેસ્ટ રેન્કિંગમાં ભારત ચોથા સ્થાને છે, બે વખત WTC ફાઈનલ રમી ચૂકી છે. જ્યારે દુનિયાના આઠમાં નંબરની વેસ્ટ ઈન્ડિઝ ટીમ છે. બીજી તરફ, લોકોએ સવાલો ઉઠાવ્યા કે, BCCIએ નબળી ટીમની સાથે મેચ માટે આવડું મોટું મેદાન પસંદ કરવાની જરૂર હતી!
એક ફેન્સે સોશિયલ મીડિયામાં આ મામલે સવાલ ઉઠાવતા કહ્યું કે, 'લોકો રેડ-બોલ ક્રિકેટ જોવાની ઈચ્છા રાખતા હોય તેવા મેદાનોમાં ટેસ્ટ મેચનું આયોજન કરવું જોઈએ. જ્યારે ટેસ્ટ મેચ ટુરિઝમ અને પર્યટનની સુગમ વ્યવસ્થાને ધ્યાને રાખીને યોજવી જોઈએ.'
વિરાટ કોહલીએ પણ જણાવેલા અભિપ્રાય
આ મામલે વિરાટ કોહલીએ પણ અવાજ ઉઠાવ્યો હતો. વર્ષ 2019ની વાત છે, ત્યારે વિરાટ કોહલીએ કહ્યું હતું કે, 'ટેસ્ટ ક્રિકેટ માટે ભારતમાં 5 જગ્યા ફિક્સ કરવી જોઈતી હતી. જેથી ટીમને ખબર હોય કે મેચ ક્યાં-ક્યાં રમાવાની છે. જ્યારે ઓછા ક્રાઉડની સમસ્યાનો પણ સામનો કરી શકાય.'
આ પણ વાંચો: અંતે મોહસીન નકવી BCCI સામે નતમસ્તક, એશિયા કપ ટ્રોફી UAE બોર્ડને સોંપી
BCCI ટેસ્ટ મેચની ખ્યાતિ વધારવા માટે દેશમાં અલગ-અલગ જગ્યાએ ટેસ્ટ મેચનું આયોજન કરી રહી છે, પરંતુ 21મી સદીમાં આ નીતિથી ભારતમાં ટેસ્ટ ક્રિકેટને કાંઈ ખાસ પ્રોત્સાહન મળ્યું ન હતું.