મારા પતિ મોહમ્મદ શમીને અનેક યુવતીઓ જોડે સેક્સ સબંધ છે
- પત્ની હસિનાએ BCCI ને પણ ફરિયાદ કરી છે
- પત્ની હસિનાએ BCCIને પણ ફરિયાદ કરી છે
નવી દિલ્હી, તા. ૭ માર્ચ 2018, બુધવાર
ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસિના જહાંએ આજે મીડિયા સમક્ષ પતિ પર સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું હતું કે શમી બેવફા છે અને તેને જુદા જુદા દેશોમાં એક કરતા વધુ યુવતીઓ જોડે સેક્સ સંબંધ છે. શમીની ૫ત્ની હસીનાએ લડાયક મિજાજ બતાવતા ઉમેર્યું હતું કે હું એમ સહેલાઈથી તેને છુટાછેડા નથી આપવાની પણ આખરી શ્વાસ સુધી તેની સામે લડીશ. તેણે મારા વિશ્વાસ અને પ્રેમ જોડે ભારે દગો કર્યો છે.
હસિનાને શંકા તો હતી જ પણ તેના હાથમાં શમીનો ખાનગી અલગ ફોન આવી ગયો હતો જેમાં તેને યુવતીઓની તસ્વીરો, ટેક્ષ્ટ હાથ લાગી હતી. હસિનાએ ભારતીય ક્રિકેટ બોર્ડને પણ શમીની ક્રિકેટ રમવા જાય છે તે દેશોમાં સેક્સના લફરાની રજૂઆત કરીને તેની સામે કોર્ટમાં કેસ કરવાની છે તેમ જણાવ્યું હોઈ ક્રિકેટ બોર્ડે શમીને કદાચ એ જ કારણસર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખ્યો છે. બીસીસીઆઈ એવું માનતી હોય કે આ વર્ષમાં શમીને કદાચ કોર્ટની મુદતમાં હાજર રહેવું પડશે તે માનસિક રીતે પણ ધ્યાન કેન્દ્રીત નહીં કરી શકે.
હસિનાના કહેવા પ્રમાણે કોઈ કુલદીપ નામનો એજન્ટ શમીને છોકરીઓ પુરી પાડે છે. શમી સાઉથ આફ્રિકાના પ્રવાસેથી આવતા દુબઈ રોકાઈ ગયો હતો. તેવી જ રીતે તે પાકિસ્તાનમાં પણ મહિલા જોડે સંબંધ ધરાવે છે. શમી અને હસીનાને એક બાળક પણ છે. તેમનું લગ્ન જીવન ચાર વર્ષ જૂનું છે. શમીએ આ અહેવાલને પાયા વિનાના ગણાવી એવો બચાવ કર્યો છે કે મારી કારકિર્દીને ખતમ કરવાનું કોઈ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. જેના બહેકાવવામાં મારી પત્ની આવી ગઈ છે. તે સત્ય બહાર લાવીને જ જંપશે તેમ શમીએ કહ્યું હતું.
પત્નીની ફરિયાદને પગલે બોર્ડે શમીનો કોન્ટ્રાક્ટ અટકાવ્યો
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્નીએ તેની સામે ઘરેલું હિંસા તેમજ લગ્નોત્તર સંબંધોની પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. આ જ કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેર કરેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ક્યાંય શમીનું નામ હતુ. ભારતીય ક્રિકેટ બોર્ડે આ મામલાને ખુબ જ ગંભીર ગણાવ્યો હતો. બોર્ડના સૂત્રોને ટાંકીને એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, શમીનો કોન્ટ્રાક્ટ હાલ પુરતો સ્થગિત કરવામાં આવ્યો છે. બોર્ડની વહિવટદાર સમિતિને આ મામલે સાચુ શું છે તેની જાણ ન હોવાથી તેમણે આ નિર્ણય લીધો છે. આ મામલો શમીનો અંગત છે, જ્યારે બોર્ડે તો પ્રોફેશનલ બનીને તેનું નામ કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓમાં સામેલ કરવું જોઈતું હતુ. જોકે આ મામલો નૈતિક મૂલ્યોનો પણ છે, જેના કારણે બોર્ડે આ નિર્ણય લીધો છે.