IPL: મુંબઈ ઈન્ડિયન્સની 4 વિકેટથી જીત, સનરાઈઝર્સ હૈદરાબાદ હરાવ્યું
IPL 2025: આઈપીએલ 2025નો 33મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને હૈદરાબાદને પહેલા બેટિંગ આપી હતી. હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટ પર 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18.1 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 166 રન બનાવીને જીત હાંસલ કરી છે.
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ
હાર્દિક પંડ્યા 21 રન (9 બોલ), રાયન રિકેલ્ટન 31 રન (23 બોલ), વિલ જેક્સ 36 રન (26 બોલ), સૂર્યકુમાર યાદવ 26 રન (15 બોલ), તિલક વર્મા* 21 બોલ (17 રન), નમન ધીર શૂન્ય રન (3 બોલ), મિચેલ સેન્ટનર* શૂન્ય રન (1 બોલ), રોહિત શર્મા 26 રન (16 બોલ).
સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગ
પેટ કમિન્સ* 8 રન (4 બોલ), ટ્રેવિસ હેડ 28 રન (29 બોલ), અભિષેક શર્મા 40 રન (28 બોલ), ઈશાન કિશન 2 રન (3 બોલ), નીતીશ કુમાર રેડ્ડી 19 રન (21 બોલ), હેનરિક ક્લાસેન 37 રન (28 બોલ), અનિકેત વર્મા* 18 રન (8 બોલ).
બન્ને ટીમની પ્લેઇંગ-11
મુંબઈ ઈન્ડિયન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાયન રિકેલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ અને કર્ણ શર્મા.
ઇમ્પેક્ટ: રોહિત શર્મા, કોર્બિન બોશ, અશ્વિની કુમાર, રાજ બાવા, રોબિન મિંઝ.
સનરાઈઝર્સ હૈદરાબાદ: પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, ઈશાન મલિંગા, ઝીશાન અંસારી, મોહમ્મદ શમી અને હર્ષલ પટેલ.
ઇમ્પેક્ટ: અભિનવ મનોહર, જયદેવ ઉનાદકટ, સચિન બેબી, રાહુલ ચહર, વિયાન મુલ્ડર.