Get The App

IPL 2026: મુંબઈ સામે KKRનો પરાજય, રોહિત સહિત 4 બેટરોની વિસ્ફોટ બેટિંગ, જુઓ VIDEO

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026: મુંબઈ સામે KKRનો પરાજય, રોહિત સહિત 4 બેટરોની વિસ્ફોટ બેટિંગ, જુઓ VIDEO 1 - image

IPL 2026, Kolkata Knight Riders vs Mumbai Indians : આઈપીએલ-2026માં આજે રોહિત શર્મા અને રાયન રિકેલટોનની વિસ્ફોટ બેટિંગના કારણે મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 220 રન નોંધાવ્યા હતા, જેની સામે મુંબઈની ટીમે માત્ર 19.1 ઓવરમાં ચાર વિકેટે 224 રન નોંધાવી જીત મેળવી લીધી છે. આજની મેચમાં કોલકાતા તરફથી અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશીની વિસ્ફોટ બેટિંગ કરી હતી, તો મુંબઈ તરફથી ઓપનિંગમાં આવેલા રોહિત અને રિકેલટોને પણ દમદાર બેટિંગ કરીને ટીમને જીત અપાવી છે.

KKR તરફથી રહાણે-રઘુવંશીની વિસ્ફોટ બેટિંગ એડે ગઈ

કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ઓપનિંગમાં આવેલા અજિંક્ય રહાણેએ 40 બોલમાં પાંચ સિક્સ અને ચાર ફોર સાથે 67 રન, અંગક્રિશ રઘુવંશીએ 29 બોલમાં બે સિક્સ અને છ ફોર સાથે 51 રન, ફિન એલને 17 બોલમાં બે સિક્સ અને છ ફોર સાથે 37 રન, રિંકુ સિંઘે 21 બોલમાં ચાર ફોર સાથે અણનમ 33 રન, કેમરોન ગ્રીને 10 બોલમાં એક સિક્સ અને એક પોર સાથે 18 રન જ્યારે રમનદીપ સિંઘે ચાર બોલમાં ચાર રન નોંધાવ્યા હતા.

MI તરફથી શાર્દુલ ઠાકુરની ત્રણ વિકેટ

મુંબઈ તરફથી એક માત્ર શાર્દુક ઠાકુરે ત્રણ વિકેટ અને હાર્દિ પંડ્યાએ એક વિકેટ ઝડપી હતી. જ્યારે બાકીના તમામ બોલરો વિકેટ ઝડવામાં નિષ્ફળ ગયા હતા. કેકેઆરના ઓપનરોએ શરુઆતથી દમદાર બેટિંગ કરતા ટીમની પ્રથમ વિકેટ 69 રને, બીજી 109 રને, ત્રીજી 145 રને અને ચોથી 205 રને પડી હતી. કેકેઆર શરૂઆતથી લઈને અંત સુધી સમજદારીપૂર્વક અને ઝડપી બેટિંગ કરી હતી, જોકે તેમ છતાં કેકેઆરની આ રણનીતિ જીત અપાવી શકી ન હતી.

રોહિત અને રાયાન વચ્ચે 148 રનની ભાગીદારી

KKRના વિશાળ સ્કોર સામે મેદાનમાં ઉતરેલી મુંબઈની ટીમે પણ શરૂથી જ વિસ્ફોટ ઈનિંગની શરૂઆત કરી હતી. ઓપનિંગમાં આવેલા રાયન રિકેલટોન અને રોહિત શર્માએ ચોતરફ ફોર અને સિક્સથી દર્શકોને ખુશખાશલ કરી દીધા હતા. બંને ઓપનર વચ્ચે પ્રથમ વિકેટ માટે 148 રનની ભાગીદારી નોંધાઈ હતી. રાયને માત્ર 43 બોલમાં 8 સિક્સ અને 4 ફોર ફટકારી 81 રને આઉટ થયો હતો, જ્યારે રોહિત શર્મા 38 બોલમાં 6 સિક્સ અને 6 ફોર ફટકારી 78 રને આઉટ થયો હતો.

સૂર્યકુમાર યાદવ સસ્તામાં આઉટ

મુંબઈ તરફથી ત્રીજા ક્રમે આવેલો સૂર્યકુમાર યાદવ સસ્તામાં આઉટ થયો હતો. તેણે 8 બોલમાં ત્રણ ફોર સાથે 16 રન નોંધાવ્યા હતા. ત્યારપછી તિલક વર્માએ 20 રન, સુકાની હાર્દિક પંડ્યાએ 11 બોલમાં ત્રણ ફોર સાથે અણનમ 18 રન અને નમન ધીરે બે બોલમાં પાંચ રન નોંધાવ્યા હતા. કોલકાતા તરફથી વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને સુનિલ નારેને 1-1 વિકેટ ઝડપી હતી.

રોહિત શર્માએ નોંધાવ્યા બે રેકોર્ડ

1... રોહિત શર્માએ આજની મેચમાં શાનદાર બેટિંગ કરતા માત્ર 23 બોલમાં પોતાની અર્ધશતક પૂરી કરી હતી, જે તેના આઈપીએલ કરિયરની સૌથી ઝડપી ફિફ્ટી છે. આ પહેલા તેણે 2015માં ચેન્નાઈ સામે 25 બોલમાં અર્ધશતક ફટકારી હતી, આમ 11 વર્ષ બાદ તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સના આ આક્રમક બેટ્સમેને 38 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હતા.

2... આ ઈનિંગ સાથે જ રોહિત શર્મા આઇપીએલ ઇતિહાસમાં 50 વખત 50 પ્લસ સ્કોર કરનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે; આ યાદીમાં વિરાટ કોહલી (72), ડેવિડ વોર્નર (66) અને શિખર ધવન (53) તેનાથી આગળ છે.