Get The App

કેપ્ટન કુલ જોવા મળ્યો અલગ અંદાજમાં, ધોનીનો ફની લુક વાયરલ

Updated: Sep 17th, 2024

GS TEAM


Google News
Google News
MS Dhoni's vacation


MS Dhoni's vacation: IPL 2024 રમ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની હવે ક્રિકેટથી દૂર વેકેશન માણી રહ્યો છે. ભૂતપૂર્વ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન અમેરિકાના મિશિગનમાં મિત્રો અને પરિવાર સાથે રજાઓ માણી રહ્યા છે. ધોનીની હોલીડેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

MS ધોનીએ મિત્રો સાથે અમેરિકન ફૂટબોલની મજા માણી 

ભલે ધોની આ દિવસોમાં ક્રિકેટથી દૂર છે, પરંતુ તે જે પણ કરે તે હેડલાઇન બની જાય છે. એમએસ ધોનીના નજીકના મિત્ર હિતેશ સાંઘવીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમા તેમનુ ફની લુક જોવા મળ્યુ હતુ. ધોનીનો આ ફની લુક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેનાથી તેના ફેન્સને તેની નવી સ્ટાઈલ જોવાની તક મળી હતી. 

શું એમએસ ધોની IPL 2025 રમશે?

મળતી માહિતી પ્રમાણે,ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2025 સીઝનમાં પણ ટીમ ધોનીને પોતાની ટીમમાં જોવા ઇચ્છે છે. જોકે, આ માટે BCCIના રિટેન્શનના નિયમોની રાહ જોવાઈ રહી છે. કેટલાક અહેવાલોએ એવો પણ સંકેત આપ્યો છે કે, BCCI એવા ખેલાડીઓને "અનકેપ્ડ" ગણી શકે છે જેઓ પાંચ વર્ષથી વધુ સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. જો આમ થશે તો ચેન્નાઈ માટે ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે ટીમમાં જાળવી રાખવાનું સરળ થઈ જશે.

Tags :