એશિયા કપની ટ્રોફી લઈને ભાગી જનારા મોહસિન નકવીની વધુ એક કરતૂત, ટીમ ઇન્ડિયાને જોવી પડશે હજુ રાહ?

Mohsin Naqvi Instruction: ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને એશિયા કપ 2025ની ફાઇનલ મેચ જીતી હતી. આ મેચ પહેલા જ ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કહી દીધું હતું કે ટીમ ઇન્ડિયા એશિયા કપની ફાઇનલ મેચ જીતે તો ભારતીય ટીમ ACCના અધ્યક્ષ મોહસિન નકવીના હાથેથી ટ્રોફી નહીં સ્વીકારે. નકવીએ આ જ કારણથી ટ્રોફી તેની સાથે લઈ ગયો હતો. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે નકવીએ ટ્રોફી એમિરેટ્સ ક્રિકેટ બોર્ડને સોંપી દીધી છે. આ જ કારણે ટીમ ઇન્ડિયાને હજી સુધી ટ્રોફી મળી નથી. તેની પાછળ નકવીની મોટી ચાલ છે અને હવે તેના વિશે જાણકારી મળી ગઈ છે.
નકવીની નવી ચાલ
જ્યારે નકવી પાસેથી ટ્રૉફી પાછી લેવામાં આવી ત્યારે એવા સમાચાર આવ્યા હતા કે હવે ટ્રોફી પાછી ભારતને આપવામાં આવશે. પણ અત્યાર સુધી આવું થયું નહીં. હવે એક રિપોર્ટ સામે આવ્યો છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે એશિયા કપની ટ્રોફી દુબઈમાં ACCના હેડક્વોટરમાં લોક છે. નકવીએ એવો આદેશ આપ્યો છે કે ટ્રોફી તેની મંજૂરી વગર ત્યાંથી કોઈ લઈ નહીં શકે, અને ભારતને સોંપવામાં પણ નહીં આવે. નકવીએ ટ્રોફીની ચોરી કર્યા પછી સોશિયલ મીડિયામાં નકવીને ટ્રોલ કરવામાં આવ્યો તેમ છતાં, તે હજુ પણ ટ્રોફી સોંપવાનો ઇન્કાર કરી રહ્યો છે, અને એવું લાગે છે કે હવે ICC તેની સામે કડક કાર્યવાહી કરશે.
ટ્રોફી વગર વિજયની ઉજવણી
મોહસિન નકવી ભલે ટ્રોફી પોતાની સાથે લઈ ગયો હોય, પરંતુ તેનાથી ટીમ ઇન્ડિયાના વિજયની ઉજવણી પર કોઈ અસર પડી નહીં. સૂર્યા બ્રિગેડે એવી રીતે ઉજવણી કરી જે હંમેશા નકવી અને પાકિસ્તાન યાદ રાખશે. ટીમ ઇન્ડિયાએ ટ્રોફી વિના ઉજવણી કરી, અને તે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો. આનાથી નકવીનું ઘણું અપમાન થયું. ભારતીય ચાહકો ટીમના ઉજવણીથી ખૂબ જ ખુશ થયા. બાદમાં, વરુણ ચક્રવર્તીએ એક કાર્યક્રમમાં ખુલાસો કર્યો કે અર્શદીપ સિંહે સૂર્યાને ટ્રોફી વિના ઉજવણી કરવાનો વિચાર આપ્યો હતો.