ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં મળ્યું સ્થાન! IPL બાદ પહેલીવાર થયું સિલેક્શન
Images Sourse: IANS |
Mohammed Shami Bengal Team: ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આગામી 2025-26 ઘરેલુ સીરિઝમાં માટે બંગાળની 50 સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઈજાના કારણે તેમને ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, 34 વર્ષીય મોહમ્મદ શમી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 પછી કોઈ મેચ રમ્યો નથી.
બંગાળ ટીમમાં શમીની પસંદગી
મોહમ્મદ શમીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ આઇપીએલ 2025માં ફક્ત સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતો જોવા મળ્યો હતો. પરંતુ ખરાબ ફોર્મ અને ઓછી ફિટનેસને કારણે અનુભવી ફાસ્ટ બોલરની ઇંગ્લૅન્ડ પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી ન હતી. આ કારણે તે હાલમાં ટીમની બહાર છે અને આ દિવસોમાં તેના ઘરે ટ્રેનિંગ લઈ રહ્યા છે.
બંગાળ ક્રિકેટ ઍસોસિયેશન દ્વારા આગામી ઘરેલુ સીરિઝ માટે મોહમ્મદ શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને 50 સભ્યોની સંભવિત ટીમમાં સ્થાન મળ્યું છે. અંતિમ ટીમની પસંદગી સિઝનની શરુઆત પહેલા કરવામાં આવશે. થોડા મહિના પહેલા BCCIના આદેશ બાદ જરૂર પડ્યે તમામ ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટ રમવા માટે પણ કહેવામાં આવ્યું છે.
શું મોહમ્મદ શમી ફરીથી ભારતીય ટીમમાં પરત ફરશે?
મોહમ્મદ શમી 28મી ઑગસ્ટથી શરુ થનારી દુલીપ ટ્રોફીમાં ઇસ્ટ ઝોન તરફથી પણ રમતો જોવા મળી શકે છે. જો કે, જો ઑગસ્ટ મહિનામાં ભારત અને શ્રીલંકા વચ્ચે ODI સીરિઝ રમાશે, તો તેમાં પણ મોહમ્મદ શમીની રમવાની શક્યતા છે. નોંધનીય છે કે,આગામી દિવસોમાં ફરી એકવાર ક્રિકેટ ચાહકો મોહમ્મદ શમીને તબાહી મચાવતો જોવાની તક મળી શકે છે.