Sports

VIDEO: પાકિસ્તાની ખેલાડી કોચના નિર્ણય પર ગુસ્સે ભરાયો, મેદાનમાં કરી શરમજનક હરકત

By GS TEAM
31 Aug 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીની ઘણીવાર તેની હરકતોને લઈને સોશિયલ મીડિયા પર મજાક પણ ઉડાવવામાં આવે છે. આ દરમિયાન આવી જ એક ઘટના ટી20 ટ્રાઈ સીરિઝમાં પાકિસ્તાન અને UAE વચ્ચે રમાયેલી મેચ દરમિયાન જોવા મળી હતી. આ મેચમાં વહેલા આઉટ થયા પછી મોહમ્મદ હેરિસે કંઈક એવું કર્યું જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ફરીથી શરમ અનુભવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: પાકિસ્તાની ખેલાડી કોચના નિર્ણય પર ગુસ્સે ભરાયો, મેદાનમાં કરી શરમજનક હરકત

Mohammad Haris Breaks Bat: પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીની ઘણીવાર તેની હરકતોને લઈને સોશિયલ મીડિયા પર મજાક પણ ઉડાવવામાં આવે છે. આ દરમિયાન આવી જ એક ઘટના ટી20 ટ્રાઈ સીરિઝમાં પાકિસ્તાન અને UAE વચ્ચે રમાયેલી મેચ દરમિયાન જોવા મળી હતી. આ મેચમાં વહેલા આઉટ થયા પછી મોહમ્મદ હેરિસે કંઈક એવું કર્યું જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ફરીથી શરમ અનુભવી રહી છે.

મોહમ્મદ હેરિસે બેટ તોડી નાખ્યું

બેટિંગ કરતી વખતે પાકિસ્તાનના બેટર મોહમ્મદ હેરિસે UAE બોલર જુનૈદના બોલ પર આઉટ થયો હતો. જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું. આઉટ થયા પછી ગુસ્સે ભરાયેલા હેરિસે બેટને જમીન પર પછાડીને તોડી નાખ્યું હતું. આ ઘટનાના વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. મોહમ્મદ હેરિસ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો.



નોંધનીય છે કે, મોટાભાગના ખેલાડીઓ પોતાના બેટની કાળજી રાખતા જોવા મળે છે, જ્યારે પણ મેચ દરમિયાન વરસાદ પડે છે, ત્યારે ખેલાડીઓ ભીના થવાથી બચાવવા માટે પોતાના બેટ ટી-શર્ટની અંદર રાખીને જતા જોવા મળે છે, પરંતુ પાકિસ્તાની ખેલાડીની આવી હરકતથી ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ શરમ અનુભવી રહી છે.

આ પણ વાંચો: VIDEO : વાઈડ બોલ પર હીટવિકેટ.... T20માં વિચિત્ર રીતે આઉટ થયો બેટર, દર્શકો પણ ચોંક્યા

પાકિસ્તાને મેચ 31 રનથી જીતી લીધી

ટી20 ટ્રાઈ સીરિઝ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને UAE વચ્ચે રમાઈ રહી છે. જેની બીજી મેચ પાકિસ્તાન અને UAE વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાને આ મેચ 31 રનથી જીતી હતી. આ સીરિઝમાં પાકિસ્તાનનો આ સતત બીજો વિજય હતો. પાકિસ્તાને મેચમાં 207 રન બનાવ્યા હતા, જેના જવાબમાં UAEની ટીમ ફક્ત 176 રન જ બનાવી શકી હતી.