Get The App

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન EDની જાળમાં ફસાયો, ક્રિકેટ એસોસિયેશનમાં ગરબડ મામલે સમન્સ

Updated: Oct 3rd, 2024

GS TEAM


Google News
Google News
Mohammad Azharuddin


Mohammad Azharuddin Summoned By ED: ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલ્યા છે. મોહમ્મદ અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનમાં ગેરરીતિનો આરોપ છે.અહેવાલો અનુસાર, એસોસિયેશનમાં 20 કરોડ રૂપિયાના ફંડની ઉચાપત કરવામાં આવી છે. અઝહરુદ્દીને આજે (ત્રીજી ઓક્ટોબર) ED સમક્ષ હાજર થવાનું છે.

મોહમ્મદ અઝહરુદ્દીનની મુશ્કેલી વધી શકે છે!

પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સપ્ટેમ્બર 2019માં હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (HCA)ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમણે જૂન 2021માં આ પદ છોડવું પડ્યું હતું. ભંડોળના દુરુપયોગના આરોપમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડીએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના અધિકારીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ઈડીએ તેલંગાણામાં 9 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને ઘણા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા.

આ પણ વાંચો: હરિયાણા ચૂંટણીના મેદાનમાં ઉતર્યો વીરેન્દ્ર સહેવાગ, જાણો કઈ પાર્ટીના ઉમેદવાર માટે માગ્યા વોટ?


સ્ટેડિયમ નિર્માણમાં નાણાંકીય ગેરરીતિનો આક્ષેપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનુસાર, હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના અધિકારીઓએ રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં નાણાકીય અનિયમિતતાઓ કરી હતી. તેણે ખાનગી કંપનીઓને ઊંચા દરે કોન્ટ્રાક્ટ આપ્યા અને એસોસિયેશનને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. ઈડીએ આ મામલામાં ત્રણ FIR નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

અઝહરુદ્દીન યુપીના મુરાદાબાદથી સાંસદ રહી ચૂક્યા છે

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અઝહરુદ્દીન વર્ષ 2009માં કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ રાજસ્થાનમાંથી 2014ની લોકસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ ચૂંટણી હારી ગયા હતા. વર્ષ 2018માં તેમને તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન EDની જાળમાં ફસાયો, ક્રિકેટ એસોસિયેશનમાં ગરબડ મામલે સમન્સ 2 - image

Tags :