Get The App

મીરાબાઇ ચાનુએ ૧૫૦ ટ્રક ડ્રાઇવરને જમાડીને ક્રેમ ચરણ સ્પર્શ કર્યા ?

ટોકિયો ઓલિમ્પિક સુધી પહોંચાડવામાં ડ્રાઇવરોનું પણ પ્રદાન

ટ્રક ડ્રાઇવર મીરાબાઇને ૨૫ કિમી દૂર આવેલા ટ્રેનિંગ સેન્ટર સુધી લઇ જતા

Updated: Aug 12th, 2021

GS TEAM

Google News
Google News
મીરાબાઇ ચાનુએ ૧૫૦ ટ્રક ડ્રાઇવરને જમાડીને ક્રેમ ચરણ સ્પર્શ કર્યા ? 1 - image


ઇમ્ફાલ,12 ઓગસ્ટ,2021,ગુરુવાર 

ટોકિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર ભારતની વેઇટ લિફ્ટર મીરાબાઇ ચાનુએ ૧૫૦ ટ્ક ડ્રાઇવર અને કલિનરોને જમાડીને પોતાની દરિયાદિલી અને સરળતાનો પરીચય આપ્યો છે. મેડલ વિજેતા મીરાબાઇ ટોકિયોથી પરત ફરી ત્યારે પોતાને ઓલિમ્પિક સુધીની સફળ સફર સુધી પહોંચાડવા માટે ફાળો આપનારા સૌનો આભાર વ્યકત કર્યો હતો  એટલું જ નહી ટ્રક ડ્રાઇવરોને જમાડીને મીરાબાઇ તેમના ચરણ સ્પર્શ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહયો છે. આમ તો ટોકયો ઓલિમ્પિક વિજેતા વેઇટ લિફટર મીરાબાઇનું ઠેર ઠેર સન્માન થઇ રહયું છે પરંતુ મીરાબાઇ વેઇટ લિફ્ટિંગના ટ્રેનિંગ સુધી પહોંચાડવામાં મદદ કરનાર ટ્રક ડ્રાઇવરોના ઉપકારને યાદ રાખ્યો હતો.

મીરાબાઇ ચાનુએ ૧૫૦ ટ્રક ડ્રાઇવરને જમાડીને ક્રેમ ચરણ સ્પર્શ કર્યા ? 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે મીરાબાઇ ઘણા સમયથી મહેનત કરી હતી. પોતાના ઘરેથી ૨૫ કિમી દૂર ઇમ્ફાલમાં વેઇટ લિફટિંગના ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચવાની પણ સગવડ ન હતી. રોજ વાહનની રાહ જોઇ રહેલી મીરાબાઇને ઇમ્ફાલ તરફ જતા ટ્રકમાં બેસવું પડતું હતું. ગરીબ પરીસ્થિતિ હોવાથી કેટલાક ટ્રક ડ્રાઇવર્સ ભાડુ પણ લેતા ન હતા. ભાડાના પૈસા બચતા હોવાથી મીરાબાઇને રાહત રહેતી હતી. આથી જ તો ટોકયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવીને મીરાબાઇ પોતાના ગામ નાંગપોક કાકચિંગ પહોંચી ત્યારે  ભાડુ લીધા વિના ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચાડનારા ટ્રક ડ્રાઇવર્સને મળવાની ઇચ્છા વ્યકત કરી હતી. ૨૬ વર્ષની આ ઓલિમ્પિક વિજેતા ખેલાડીનું માનવું હતું કે પોતાને જે સફળતા મળી તેમાં ડ્રાઇવર્સનો પણ ફાળો છે.

મીરાબાઇ ચાનુએ ૧૫૦ ટ્રક ડ્રાઇવરને જમાડીને ક્રેમ ચરણ સ્પર્શ કર્યા ? 3 - image

જો તે ટ્કમાં બેસાડીને ઇમ્ફાલના ટ્રેનિંગ સુધી પહોંચાડતા ન હોતતો સફળતા મળી હોત નહી. આથી ટ્રક ડ્રાઇવર્સ અને સહાયકોને પોતાની સફળતાના ભાગીદાર ગણીને મીરાબાઇએ શર્ટ, મણીપુરી મફલર આપીને સન્માનિત કર્યા હતા. તમામને ભાવથી ભોજન પણ આપ્યું  અને ચરણ સ્પર્શ કર્યા હોવાનો વીડિયો જોઇને લાખો લોકોની આંખો ભીની થઇ હતી. મીરાબાઇની નમ્રતા, ઉપકારને યાદ રાખવાનો ભાવ દર્શાવતો વીડિયો લોકો શેર કરીને વખાણ કરી રહયા છે. આજના જમાનામાં આભાર માનવો અને તેને પ્રગટ કરવાનું દુલર્ભ બનતું જાય છે ત્યારે મીરાબાઇ ચાનુએ લોકોના દિલ જીતી લીધા છે.


Tags :