મીરાબાઈ ચાનુની વેઈટલિફ્ટિંગમાં અને ભવાની દેવીની ફેન્સિંગમાં ગોલ્ડન સફળતા
- નેશનલ ગેમ્સ : મીરાબાઈએ ૪૯ કિગ્રાની કેટેગરીમાં ૧૯૧ કિગ્રા વજન ઉંચક્યું
- ગુરુવારે જ ફ્રાન્સથી પાછી ફરેલી ભવાની દેવીએ શુક્રવારે નેશનલ ગેમ્સની સેબર ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો
અમદાવાદ, તા.૩૦
ટોક્યો
ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી મીરાબાઈ ચાનુએ ગુજરાતમાં ચાલી રહેલી નેશનલ
ગેમ્સની વેઈટલિફ્ટિંગની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. મીરાબાઈએ ૪૯ કિગ્રા
વજન વર્ગની ઈવેન્ટમાં કુલ મળીને ૧૯૧ કિગ્રા વજન ઉંચકીને સુવર્ણ સફળતા હાંસલ કરી
હતી. જ્યારે ભારતની એકમાત્ર ઓલિમ્પિયન ફેન્સર ભવાની દેવીએ સેબર ઈવેન્ટમાં ગોલ્ડ
મેડલ જીત્યો હતો.
ગાંધીનગરમાં
નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયેલી વેઈટલિફ્ટિંગની ઈવેન્ટમાં મીરાબાઈએ સ્નેચમાં ૮૪
કિગ્રા તેમજ ક્લિન એન્ડ જર્કમાં ૧૦૭ કિગ્રા વજન ઉંચક્યું હતુ. મીરાબાઈને ડાબા
હાથના કાંડામાં ઈજા થઈ હોવાથી તેણે બંને સેક્શનમાં ત્રીજી તક જતી કરી હતી.
મીરાબાઈએ આ સાથે મણીપુરને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સંજીથા ચાનુએ ૧૮૭ કિગ્રા વજન
ઉંચકીને સિલ્વર તેમજ ઓડિશાની સ્નેહા સોરેને ૧૬૯ કિગ્રા વજન ઉંચકીને બ્રોન્ઝ
મેળવ્યો હતો.
તલવારબાજીમાં
ભવાની દેવીનું પ્રભુત્વ
ભારતની
એકમાત્ર ઓલિમ્પિયન તલવારબાજ ભવાની દેવીએ સેબર ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભવાની ફ્રાન્સથી ગુરુવારે જ પાછી ફરી હતી. જે પછી તેણે શુક્રવારે નેશનલ ગેમ્સમાં
ગોલ્ડન સફળતા મેળવી હતી. તેણે ફાઈનલમાં જગમીત કૌરને ૧૫-૩થી હરાવી હતી. હવે રવિવારે
તે બેલ્જીયમ જવા રવાના થશે.
સ્વપ્ના
બર્મનનો નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ
પશ્ચિમ બંગાળની એશિયન ગેમ્સની ગોલ્ડ મેડાલીસ્ટ સ્વપ્ના બર્મને મહિલાઓની હાઈ જમ્પ ઈવેન્ટમાં નવો ગેમ્સ રેકોર્ડ નોંધાવ્યો હતો. સ્વપ્નાએ ૧.૮૩ મીટરનો જમ્પ લગાવ્યો હતો અને ગોલ્ડ જીત્યો હતો. કર્ણાટકની અભિનયા શેટ્ટીને સિલ્વર અને તમિલનાડુની ગ્રાસેની મેર્લીને બ્રોન્ઝ મળ્યો હતો.
હેમર
નેટ્સમાં ઉંચે અટવાઈ જતાં સ્પર્ધા અટકાવવી પડી
ગાંધીનગરમાં
આઇઆઇટી ખાતે ચાલી રહેલી નેશનલ ગેમ્સ એથ્લેટિક્સની હેમર થ્રોની ઈવેન્ટ દરમિયાન એક
ખેલાડીએ કરેલા થ્રો પર હેમર ત્યાં જ નેટ્સમાં ઉંચે અટવાઈ ગયો હતો. આ કારણે રમત
અટકાવવી પડી હતી અને સીડી પર ચઢીને હેમર ઉતારવો પડયો હતો.
એથ્લેટિક્સમાં
નવ ગેમ્સ રેકોર્ડ તુટયા
નેશનલ
ગેમ્સની એથ્લેટિક્સની ઈવેન્ટમાં પહેલા જ દિવસે નવ ગેમ્સ રેકોર્ડ તુટયા હતા. પરવેઝ
ખાને ૧,૫૦૦
મીટર દોડમાં ૨૮ વર્ષ જૂનો બહાદૂૂર પ્રસાદનો રેકોર્ડ તોડીને ૩ મિનિટ અને ૪૦.૮૯
સેકન્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. સ્વપ્ના બર્મને હાઈ જમ્પમાં અને પ્રવિણ ચિત્રાવલે
ટ્રિપલ જમ્પમાં તેમજ હેમર થ્રોમાં દમનિત સિંઘે અને શોટપુરમાં કિરણ બલિયાને રેકોર્ડ
સર્જ્યા હતા. અમલાન બોર્ગોહેને ૧૦.૨૮ સેકન્ડના સમય સાથે ૧૦૦ મીટરમાં ૨૦૧૫મા
સ્થપાયેલા રેકોર્ડને તોડયો હતો. મુનિતા અને પરવેઝ ખાને ૨૦ કિમી વોકમાં પણ નેશનલ
રેકોર્ડ તોડયા હતા.