Mary D’Costa Breaks Silence on viral chats with Palaash Muchhal: ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ 23 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધવવાના હતા. જોકે લગ્નના દિવસે જ પરિવારમાં ઈમજરન્સી આવતા લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. મંધાનાના પિતાની તબિયત લથડતા લગ્ન મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમના પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, પલાશ મુચ્છલ અને મૈરી ડિકોસ્ટાની કથિત વાયરલ ચેટ બાદ સોશિયલ મીડિયા પર અનેક અફવાઓએ જોર પકડ્યું હતું. લગ્ન મોકૂફ રહેતા ઇન્ટરનેટ પર મુચ્છલ પર દગો આપવા જેવા પણ દાવા થવા લાગ્યા.
મૈરી ડિ'કોસ્ટા નામની આ મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી છે. મહિલાએ દાવો કર્યો કે, 'તે કોરિયોગ્રાફર નથી. જેની ચેટ વાયરલ થઈ રહી છે, તેમના સંદર્ભને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો હતો. મારી અને મુચ્છલ વચ્ચે એવી કોઈ વાતચીત નથી થઈ, જેનું ખોટું અર્થઘટન કરવામાં આવે.
ડિ'કોસ્ટાએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો કે, તે પલાશ મુચ્છલને ક્યારેય મળી નથી અને તેનો સંપર્ક માત્ર એક મહિનો 29 એપ્રિલથી 30 મે 2025 સુધી રહ્યો હતો. તેણે સ્પષ્ટ કર્યું કે, તેઓ તે કોરિયોગ્રાફર નથી, જેની સાથે પલાશની ચેટ બતાવવામાં આવી રહી છે.
ડિ'કોસ્ટાએ લખ્યું કે, મેં જુલાઈમાં જ આ ચેટનો ખુલાસો કર્યો હતો, પરંતુ ત્યારે કોઈ તેને જાણતું ન હતું, એટલા માટે વાત ફેલાઈ ન શકી. કોરિયોગ્રાફર વાળી અફવા સામે આવ્યા બાદ મને લાગ્યું કે હવે સત્ય સામે લાવવાનો સમય છે. જોકે, ગુજરાત સમાચાર (gujaratsamachar.com) આ મહિલા યૂઝરના દાવાની સત્યતાની પુષ્ટિ નથી કરતું.
મહિલાએ પોસ્ટમાં લખ્યું કે, હું તે યુવતી નથી જેની સાથે દગો થયો. સ્મૃતિના વખાણ કરતા તેણે લખ્યું કે, તેઓ કોઈ બીજી મહિલાને ઠેસ પહોંચાડવાનું વિચાર પણ ન શકે. ડિ'કોસ્ટા મીડિયાને અપીલ કરી કે તેઓ અફવાઓ કે ખોટી વાતો ન ફેલાવે અને તેના ફોટોનો ઉપયોગ ન કરે.
ધ્યાન રહે સ્મૃતિ મંધાનાએ પોતાના લગ્નથી જોડાયેલી પોસ્ટ, એન્ગેજમેન્ટની તસવીરો અને વીડિયો પણ પોતાની પ્રોફાઇલથી હટાવી દીધા છે. તેમની નજીકની મિત્ર અને ભારતીય ખેલાડી જેમિમા રોડ્રિગ્સે પણ એન્ગેજમેન્ટના વીડિયો અને ફોટો ડીલીટ કરી દીધા છે.
આ પણ વાંચો: સ્મૃતિ મંધાના અને પલાશના લગ્ન મોકૂફ થવા અંગે પલક મુચ્છલે તોડ્યું મૌન, જાણો શું કહ્યું
ગત રવિવારે મહારાષ્ટ્રના સાંગલીમાં થવાના હતા બંનેના લગ્ન
સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન 23 નવેમ્બર, રવિવારના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થવાના હતા. મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમની ઘણી ચેમ્પિયન ખેલાડીઓ મહેંદી અને હલ્દી સેરેમનીમાં હાજર રહી હતી. ક્રિકેટ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને રવિવારે કાર્ડિયક સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેના તુરંત બાદ પલાશને પણ વાયરલ ઇન્ફેક્શન અને એસિડિટીની તકલીફોને લઈને હોસ્પિટલ જવું પડ્યું હતું. જોકે બીજા દિવસે તેને ડિસ્ચાર્જ કરાયો હતો. જ્યારે સ્મૃતિના પિતાને મંગળવારે સાંગલીની સર્વહિત હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટરથી ડિસ્ચાર્જ કરાયા છે. એવું જાણવા મળ્યું હતું કે, સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાની લગ્નના દિવસે જ અચાનક તબિયત લથડતા લગ્ન અનિશ્ચિત સમય માટે મોકૂફ રાખ્યા છે.


