Get The App

VIDEO : કાંગારું બોલરની શાણપટ્ટી કેમેરામાં કેદ, અમ્પાયરે પાછળ ફરીને કહ્યું - 'ઓ ભાઈ આવું ના હોય...'

Updated: Oct 9th, 2024

GS TEAM

Google News
Google News
VIDEO : કાંગારું બોલરની શાણપટ્ટી કેમેરામાં કેદ, અમ્પાયરે પાછળ ફરીને કહ્યું - 'ઓ ભાઈ આવું ના હોય...' 1 - image


Marnus Labuschagne : ઓસ્ટ્રેલિયાના ઘરેલું ફર્સ્ટ ક્લાસ શેફિલ્ડ શીલ્ડ ક્રિકેટ લીગમાં માર્નસ લાબુશેન ક્વીન્સલેન્ડ ટીમનો કૅપ્ટન છે. આ ટુર્નામેન્ટની ત્રીજી લીગ મેચમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે કૅપ્ટનશીપ કરતાં લાબુશેન કેટલીક વિચિત્ર હરકતો કરતો જોવા મળ્યો હતો. માર્નસ લાબુશેન તેની વિચિત્ર બેટિંગ માટે પણ જાણીતો છે. પરંતુ શેફિલ્ડ શીલ્ડમાં તે મેદાન પર વિચિત્ર ફિલ્ડિંગ ગોઠવતો જોવા મળ્યો હતો. તમે પ્રોફેશનલ ક્રિકેટમાં ભાગ્યે જ જોયું હશે કે, કોઈ ફિલ્ડરને અમ્પાયરની બરાબર પાછળ ઊભો રાખવામાં આવ્યો હોય, પરંતુ લાબુશેને આવું કારનામું કર્યુ હતું. જો કે, તેણે કરેલી આ હરકત તેના માટે યોગ્ય સાબિત થઈ ન હતી.

આ લીગ મેચમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની ટીમ ક્વીન્સલૅન્ડ સામે મજબૂત સ્થિતિમાં હતી. ત્યારે માર્નસ લાબુશેન બોલિંગ કરવા આવ્યો હતો. સામાન્ય રીતે લાબુશેન બોલિંગ કરતો નથી. અને જો તે કરે તો પણ તે સ્પિન બોલિંગ કરે છે. પરંતુ આ મેચમાં તે મીડિયમ પેસર બની બોલિંગ કરતાં બાઉન્સર પછી બાઉન્સર ફેંકી રહ્યો હતો. એક વાયરલ થયેલા તેના આ વીડિયોમાં જોઈ શકાય છે કે માર્નસ લાબુશેન તેની બીજી ઓવરના છેલ્લા બોલ પર એક ફિલ્ડરને પોતાની પાસે બોલાવે છે અને જ્યાંથી તે રન-અપ લઈ રહ્યો છે ત્યાં જ અમ્પાયરની પાછળ તેને ઊભો કરી દે છે. પરંતુ આ બાબતને લઈને અમ્પાયરે સૂચના આપતાં ફિલ્ડરને થોડો ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને બીજો ઝટકો! શાકિબ અલ હસન બાદ વધુ એક દિગ્ગજ લેશે સંન્યાસ!

માર્નસ લાબુશેને આ લીગ મેચમાં અત્યાર સુધીમાં 6 ઓવર ફેંકી છે. જેમાંથી ત્રણ ઓવરમાં બેટર એક પણ રન બનાવી શક્યો ન હતો. આ સિવાય તેને એક વિકેટ પણ ઝડપી હતી. આ સાથે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી કૅપ્ટન સેમ વ્હાઇટમેને 102 રન બનાવ્યા છે. જોસ ઇંગ્લિશે 122 રનની ઇનિંગ રમી હતી. લાબુશેન ઇંગ્લિશ અને વ્હાઇટમેન સામે બોલિંગ કરવા આવ્યો હતો. તેણે પોતાના બીજા સ્પેલ દરમિયાન એક વિકેટ ઝડપી હતી. માર્નસ લાબુશેને ટેસ્ટ અને વનડેમાં 18 વિકેટ લીધી છે.

Tags :