'ગિલ કઈ દિશામાં જઈ રહ્યાં છે, તેના પર આની અસર ના થઈ', શુભમનના આક્રમક વલણ પર બોલ્યા માંજરેકર
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે ભારતના ભૂતપૂર્વ કેપ્ટનનું ઉદાહરણ આપતા કહ્યું કે, 'જ્યારે ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હતો ત્યારે તે પણ વધુ જોશમાં આવી જતો, અને તે આક્રમક બેટિંગ કરી સામેની ટીમને જડબાતોડ જવાબ આપી દેતો. શુભમન ગિલ પાસેથી પણ એવી જ અપેક્ષા હતી કે તે પણ વિરાટની જેમ બેટિંગ કરી આક્રમક રૂપ દેખાડશે. પણ ગિલ પર તેની કોઈ અસર થઈ નહીં.'
માંજરેકરે વધુ જણાવ્યું કે 'ગિલે લોડ્સમાં બે ટેસ્ટ મેચમાં 485 રન બનાવ્યા હતા. તેણે ચાર ઇનિંગમાં ત્રણ વાર સદી ફટકારી હતી અને તેમાં પણ તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 269 રન બનાવ્યા હતા. પણ ત્રીજી ટેસ્ટમાં તેનું પ્રદર્શન સીરિઝની તુલનામાં ખૂબ જ ખરાબ હતું. ગિલે આખી સીરિઝમાં બેટિંગ તરીકે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યુ હતું. બીજી ઇનિંગમાં અચાનકથી તે નવ બોલમાંથી ચાર બોલ મિસ કરી આઉટ થયો.'
માંજરેકરનું માનવું છે કે, ઇંગ્લેન્ડમાં ગિલનું પ્રદર્શન પહેલેથી જ બધાની અપેક્ષાઓથી વધારે રહ્યું છે. તેણે કહ્યું 'પણ ગિલ કયા પ્રકારનો કેપ્ટન બનવા ઈચ્છે છે, તે નક્કી કરવામાં તેને સમય લાગી શકે છે. મને લાગે છે કે આઠ દિવસનો આ બ્રેક તેના માટે યોગ્ય રહેશે. તેની આસપાસ ઘણા સારા લોકો છે. ગિલના પિતા જાણે છે કે તેમનો દિકરો વિરાટ કે ધોની જેવુ પ્રદર્શન કરી શકે છે પણ હું અનુમાન લગાવી રહ્યો છું કે તેની અંદર ક્યાંક આ બંનેના ગુણ છે. તેથી તેને કેવું કેપ્ટન બનવું તેના પર વિચાર કરવો પડશે.'