કોચ તરીકે 3 ખિતાબ જીતાવનારા મહેલા જયવર્દનની મુંબઈ ઈન્ડિયન્સ સાથેની સફરનો અંત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mahela Jayawardene Resigns Mumbai Indians : IPL 2027 પહેલા મુંબઈ ઇન્ડિયન્સ (MI) ટીમમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ મહેલા જયવર્દનેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા 17 ઓક્ટોબરના રોજ સત્તાવાર નિવેદન જારી કરીને આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જયવર્દનેના માર્ગદર્શન હેઠળ ટીમણે ત્રણ વખત IPLનું ટાઇટલ પોતાના નામે કર્યું છે અને તેઓ ફ્રેન્ચાઈઝીના સૌથી સફળ કોચમાં સ્થાન ધરાવે છે.
એક દાયકાનો લાંબો સંબંધ અને 3 IPL ખિતાબ
મહેલા જયવર્દનેનો મુંબઈ ઇન્ડિયન્સ સાથે લગભગ એક દાયકાનો નાતો રહ્યો છે. તેઓ સૌપ્રથમ વર્ષ 2017માં ટીમના હેડ કોચ બન્યા હતા અને 2022 સુધી આ જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ 2024માં તેમણે ફરીથી આ પદ સંભાળ્યું અને 2026 સુધી ટીમ સાથે કામ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન ટીમમાં શિસ્ત, ઉત્તમ ટીમવર્ક અને ખેલાડીઓ વચ્ચેના પરસ્પર તાલમેલ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
નીતા અંબાણીએ કર્યા વખાણ
નીતા મુકેશ અંબાણીએ જયવર્દનેના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમનું શાંત નેતૃત્વ, ઈમાનદારી અને રમત પ્રત્યેનું સમર્પણ ફ્રેન્ચાઈઝી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યું છે. તેમણે કહ્યું કે મહેલા હંમેશાં 'વન ફેમિલી'નો અવિભાજ્ય હિસ્સો રહેશે. પદ છોડતી વખતે જયવર્દને પણ ભાવુક થઈ ગયા હતા અને ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ તેમજ અંબાણી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગ્લોબલ હેડ ઓફ પરોર્મન્સ તરીકે પણ રહ્યું શાનદાર યોગદાન
વર્ષ 2022માં જયવર્દનેને મુંબઈ ઇન્ડિયન્સના 'ગ્લોબલ હેડ ઓફ પરોર્મન્સ' બનાવવામાં આવ્યા હતા. આ ભૂમિકામાં તેમણે વિવિધ દેશોની T20 લીગમાં ફ્રેન્ચાઈઝીના વિસ્તાર અને વૈશ્વિક સ્તરે ટીમો વચ્ચે ઉત્તમ ક્રિકેટિંગ વિચારસરણી વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના આ કાર્યકાળ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સની મહિલા ટીમ (WPL), MI ન્યૂયોર્ક અને MI એમિરેટ્સ જેવી ટીમોએ પોતપોતાની લીગમાં શાનદાર ખિતાબો જીતીને ફ્રેન્ચાઈઝીની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત કરી હતી. જયવર્દનેના વિદાય બાદ હવે મુંબઈ ઇન્ડિયન્સના આગામી કોચિંગ સ્ટાફને લઈને નવી રણનીતિ ઘડવામાં આવશે.




