Get The App

ભારતનો નવો ચેસ સ્ટાર: 3.7 વર્ષના બાળકે સર્જ્યો રેકોર્ડ, દુનિયાનો સૌથી નાની ઉંમરનો રેપિડ રેટેડ ખેલાડી બન્યો

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
ભારતનો નવો ચેસ સ્ટાર: 3.7 વર્ષના બાળકે સર્જ્યો રેકોર્ડ, દુનિયાનો સૌથી નાની ઉંમરનો રેપિડ રેટેડ ખેલાડી બન્યો 1 - image


Sarvagya Becomes Rapid Rated Player : ત્રણ વર્ષના બાળકો રમકડાં વચ્ચે ભેદ કરી શકતા નથી, ત્યારે મધ્યપ્રદેશના સરવજ્ઞ સિંહ કુશવાહાએ દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. માત્ર ત્રણ વર્ષ, સાત મહિના અને 13 દિવસની ઉંમરે, તે વિશ્વનો સૌથી નાનો ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE) રેપિડ રેટેડ ખેલાડી બન્યો છે. FIDEની ડિસેમ્બર રેટિંગ યાદીમાં, સરવજ્ઞને 1572નું રેપિડ રેટિંગ મળ્યું છે. અગાઉ આ રેકોર્ડ અનિશ સરકારના નામે હતો, જેણે ગયા વર્ષે ત્રણ વર્ષ અને 10 મહિનાની ઉંમરે FIDE રેટિંગ મેળવ્યું હતું. પરંતુ સરવજ્ઞએ તેનાથી પણ નાની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે. 

સરવજ્ઞને મોબાઈલ ફોનથી દૂર રાખવા માતાપિતાએ ચેસ શીખવી 

સરવજ્ઞની ચેસની સફર ખૂબ જ રસપ્રદ છે. તેના માતાપિતાએ તેને તેના મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે ચેસ શીખવવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે રમતમાં તેનો રસ વધતો ગયો અને તેણે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. થોડા મહિનામાં સરવજ્ઞ એટલી નિપુણતા મેળવી લીધી કે તેના માતાપિતાએ તેને સ્પર્ધાઓમાં સામેલ કરવાનું શરૂ કર્યું.

ઘણા અનુભવી ખેલાડીઓને હરાવ્યા

સરવજ્ઞએ સપ્ટેમ્બરમાં 24માં RCC રેપિડ રેટિંગ કપ, મેંગલુરુમાં પ્રથમ વખત ભાગ લીધો હતો અને 1542 રેટિંગ ધરાવતા ખેલાડીને હરાવીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ તેણે ઓક્ટોબરમાં બીજી રેપિડ રેટિંગ ઓપન ટુર્નામેન્ટ, ખંડવામાં 1559 રેટિંગ ધરાવતા ખેલાડીને હરાવ્યો હતો.

નવેમ્બરમાં સરવજ્ઞએ છિંદવાડા અને ઇન્દોરમાં બે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. સરવજ્ઞએ ત્યાં અનુભવી ખેલાડીઓને હરાવ્યા હતા, જેનાથી સત્તાવાર રેટિંગ મળ્યું હતું. નોંધપાત્ર રીતે FIDE રેટિંગ મેળવવા માટે ઓછામાં ઓછા એક રેટેડ ખેલાડીને હરાવવા જરૂરી છે, પરંતુ સરવજ્ઞએ ત્રણને હરાવ્યા હતા.

આ પણ વાંચો: IND vs SA : ટોસ હાર્યા, ખરાબ ફીલ્ડિંગ... રાયપુર વન-ડેમાં ટીમ ઈન્ડિયાની હારના 5 કારણો

ભારતની વધતી જતી ચેસ શક્તિનો એક નવો ચહેરો

સરવજ્ઞની સિદ્ધિ ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. હાલમાં ભારતની ડી. ગુકેશ વિશ્વ ચેમ્પિયન છે અને દિવ્યા દેશમુખ મહિલા વિશ્વ કપ વિજેતા છે. હવે સરવજ્ઞ જેવી નવી પ્રતિભાઓ સાબિત કરી રહી છે કે, ભારત ભવિષ્યમાં ચેસની દુનિયામાં દબદબો યથાવત રાખશે. 

Tags :