Get The App

IPL 2025: લખનઉએ ગુજરાતને છેલ્લી ઓવરમાં હરાવ્યું, નિકોલસ પૂરનની વિસ્ફોટક ઈનિંગ

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025: લખનઉએ ગુજરાતને છેલ્લી ઓવરમાં હરાવ્યું, નિકોલસ પૂરનની વિસ્ફોટક ઈનિંગ 1 - image


IPL 2025: આઈપીએલ 2025માં આજે બે મેચ છે. જેમાં પહેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઈટન્સને 6 વિકેટથી હરાવ્યું છે. 12 એપ્રિલ (શનિવારે) લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહાર વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં લખનઉને જીત માટે 181 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેમણે છેલ્લી ઓવરમાં હાંસલ કરી લીધો. લખનઉ સુપર જાયન્ટ્સની હાલની સીઝનમાં છ મેચોમાં આ ચોથી જીત રહી. બીજી તરફ ગુજરાત ટાઈટન્સની છ મેચોમાં આ બીજી હાર રહી.

ગુજરાતની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 180 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનઉએ 19.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 186 રન બનાવીને જીત મેળવી લીધી હતી. લખનઉ તરફથી નિકોલસ પૂરને 34 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જ્યારે માર્કરમે પણ 31 બોલમાં 58 રન બનાવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત તરફથી શુભમન ગિલે 60 અને સાઈ સુદર્શને 56 રન બનાવ્યા હતા.

લખનઉ સુપર જાયન્ટ્સની ઈનિંગ

IPL 2025: લખનઉએ ગુજરાતને છેલ્લી ઓવરમાં હરાવ્યું, નિકોલસ પૂરનની વિસ્ફોટક ઈનિંગ 2 - image


ગુજરાત ટાઈટન્સની ઈનિંગ


IPL 2025: લખનઉએ ગુજરાતને છેલ્લી ઓવરમાં હરાવ્યું, નિકોલસ પૂરનની વિસ્ફોટક ઈનિંગ 3 - image


બન્ને ટીમની પ્લેઇંગ-11

લખનઉ સુપર જાયન્ટ્સ: રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), એડન માર્કરમ, નિકોલસ પૂરન, હિંમત સિંહ, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દૂલ ઠાકુર, આકાશ દીપ, દિગ્વેશ સિંહ રાઠી, આવેશ ખાન, રવિ બિશ્નોઈ.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: આયુષ બદોની, પ્રિન્સ યાદવ, શાહબાઝ અહેમદ, મેથ્યુ બ્રીટ્ઝકે, શોમર જોસેફ.

ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર(વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શેરફેન રૂધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, અરશદ ખાન, રાશિદ ખાન, આર સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રસિદ્ધ ક્રિષ્ના, મહિપાલ લોમરોર, નિશાંત સિંધુ, અનુજ રાવત, જયંત યાદવ.

Tags :