Sports

અશ્રુભીની આંખો સાથે છેલ્લી મેચમાં લિયોનેલ મેસીનું સ્ટાર પરફોર્મન્સન, આર્જેન્ટિનાને મેચ જીતાડી

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
ફૂટબોલના દિગ્ગજ લિયોનેલ મેસીએ 6 ઓક્ટોબર, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહ્યું. બ્યુનોસ આયર્સના મોન્યુમેન્ટલ સ્ટેડિયમમાં આર્જેન્ટિનાએ બેનિન સામે 3-0થી જીત મેળવી. 85,000 પ્રશંસકો વચ્ચે મેસીએ 126મો ગોલ ફટકારી 208મી મેચ રમી. પરિવારની હાજરીમાં ભાવુક મેસીની આંખોમાં આંસુ હતા. 'ધ લાસ્ટ ટેન્ગો' મેચમાં 'ગ્રેસિયસ' જર્સી સાથે વિદાય અપાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

અશ્રુભીની આંખો સાથે છેલ્લી મેચમાં લિયોનેલ મેસીનું સ્ટાર પરફોર્મન્સન, આર્જેન્ટિનાને મેચ જીતાડી

Lionel Messi Bids Emotional Farewell To International Football: વિશ્વ ફૂટબોલના મહાનતમ ખેલાડી લિયોનેલ મેસીએ મંગળવાર, 6 ઓક્ટોબર 2026ના રોજ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમીને ઇન્ટરનેશનલ ફૂટબોલને સત્તાવાર રીતે અલવિદા કહી દીધું છે. 21 વર્ષ લાંબી શાનદાર કારકિર્દી પર મેસીએ અગાઉ જ પૂર્ણવિરામ મૂકવાની જાહેરાત કરી દીધી હતી, પરંતુ આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશને પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર પ્રશંસકો વચ્ચે તેમને યાદગાર વિદાય આપવાનું નક્કી કર્યું હતું. બ્યુનોસ આયર્સના ઐતિહાસિક મોન્યુમેન્ટલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ વિદાય મેચમાં આર્જેન્ટિનાએ બેનિન સામે 3-0થી શાનદાર વિજય મેળવ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણે મેસી તેમજ સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો ફેન્સની આંખો ખુશી અને દર્દના આંસુઓથી ભીંજાઈ ગઈ હતી.

39 વર્ષીય મેસીએ 85,000 પ્રશંસકોની ગર્જના વચ્ચે કારકિર્દીનો 126મો આંતરરાષ્ટ્રીય ગોલ ફટકારીને પોતાની આખરી મેચને વધુ યાદગાર બનાવી દીધી હતી. પોતાની રેકોર્ડબ્રેક 208મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા મેસીએ સાથી ખેલાડી નિકોલસ ઓટામેન્ડીના પ્રારંભિક ગોલમાં પણ મદદ કરી હતી, જ્યારે નિકો પાઝે પણ અન્ય એક ગોલ નોંધાવ્યો હતો. આ વિદાય મેચને 'ધ લાસ્ટ ટેન્ગો' નામ આપવામાં આવ્યું હતું.

Messi.jpeg

વિદાય મેચ દરમિયાન ભાવુક બન્યા મેસી

આંસુ રોકી ન શક્યા: મેચ રમવા માટે જ્યારે ટીમના ખેલાડીઓ બસ મારફતે સ્ટેડિયમ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તા પર હજારો ચાહકોની ભીડ જોઈને મેસી અત્યંત લાગણીશીલ થઈ ગયા હતા અને પોતાના આંસુ લૂછતાં જોવા મળ્યા હતા.

પરિવારની ઉપસ્થિતિ: મેસી પોતાના ત્રણેય પુત્રો સાથે મેદાનમાં પ્રવેશ્યા હતા, જ્યારે વીઆઈપી બોક્સમાં બેઠેલાં તેમના પત્ની એન્ટોનેલા રોકુઝો અને માતા સેલિયા કુસિટિનીએ હાથ હલાવીને ભાવુક સ્મિત સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

'ગ્રેસિયસ' જર્સી અને રાષ્ટ્રગીત: મેચ શરૂ થાય તે પહેલાં મેદાનની વચ્ચે નંબર 10ની વિશાળ આર્જેન્ટિના જર્સી પાથરવામાં આવી હતી, જેના પર સ્પેનિશ ભાષામાં 'ગ્રેસિયસ' (Gracías - આભાર) લખેલું હતું. ફોકલેન્ડ યુદ્ધના લડવૈયા ફેબિયો સેન્ટાનાએ જ્યારે રાષ્ટ્રગીત ગાયું ત્યારે મેસી ફરી એકવાર રડી પડ્યા હતા.

વર્લ્ડ કપ 2026 બાદ લીધો હતો નિવૃત્તિનો નિર્ણય

વિશ્વ વિજેતા સફર: કારકિર્દીમાં કુલ 6 ફિફા વર્લ્ડ કપ રમનાર મેસીએ વર્ષ 2022માં કતાર ખાતે આર્જેન્ટિનાને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું હતું. ત્યારબાદ 2026ના વર્લ્ડ કપમાં પણ તેમણે ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી, જ્યાં આર્જેન્ટિનાનો સ્પેન સામે પરાજય થયો હતો.

મેસીનો વિદાય સંદેશ: ઓગસ્ટના અંતમાં સોશિયલ મીડિયા પર નિવૃત્તિની પુષ્ટિ કરતાં મેસીએ લખ્યું હતું કે, "આ નિર્ણય લેવો મારા માટે અત્યંત પીડાદાયક હતો અને આજે પણ તેનું દર્દ અકબંધ છે, પરંતુ યોગ્ય સમયે ખસી જવું જરૂરી છે. મેં હંમેશાં આ જર્સી માટે સર્વસ્વ આપી દીધું છે. અમારો ઉદ્દેશ્ય હંમેશાં દેશવાસીઓને ખુશી આપવાનો અને ફૂટબોલ દ્વારા આર્જેન્ટિના પર ગર્વ અનુભવાય તેવો રહ્યો છે."