કુલદીપ યાદવે ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો, 12 દિવસ પહેલા થઈ હતી સગાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kuldeep Yadav deletes Photo of Vanshika: ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર કુલદીપ યાદવે IPL પછી હાલમાં તેની બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી હતી. લખનઉમાં યોજવામાં આવેલી સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. ત્યાર બાદ કુલદીપ ઈંગ્લેડના પ્રવાસ પર ગયો હતો. જ્યાં 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થવાની છે. જો કે, આ તસવીરો કુલદીપે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ડિલીટ કરી દીધી છે. વાત એવી છે કે કુલદીપે ઇન્સ્ટા પોસ્ટ પર તેની મંગેતર સાથેનો એક ફોટો શેર કર્યો હતો, જે અમુક સમય પછી ઇન્સ્ટા પરથી હટાવી દીધો હતો.
ડિલીટ કરાયેલી આ તસવીરોમાં કુલદીપ યાદવ બ્લેક સૂટમાં ખૂબ જ ડેશિંગ દેખાતો હતો. તો તેની મંગેતર વંશિકાએ વ્હાઈટ ગાઉન પહેર્યો હતો. કુલદીપે આ ફોટો ઈન્સ્ટાગ્રામ પરથી શા માટે હટાવ્યા, એ વિશે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ મુદ્દે લોકોની જુદી-જુદી પ્રતિક્રિયા સામે આવી રહી છે. જણાવી દઈએ 4 જૂને કુલદીપ યાદવના સગાઈના પ્રસંગમાં અનેક ક્રિકેટરો સામેલ થયા હતા.
આ સમયે કુલદીપ યાદવ ઈંગ્લેન્ડમાં છે. જ્યાં તે ઈંગ્લેંડ સામેની ટેસ્ટ સીરિઝ માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ સીરિઝમાં કુલદીપ યાદવની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહેશે કારણ કે ટીમમાં અશ્વિન જેવા અનુભવી બોલર નથી. ઉપરાંત, સીરિઝ પહેલાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ નિવૃત્તિ લઈ લીધી છે.








