Get The App

IPLમાં સૌથી વધુ ખિતાબ જીતનારા ધોની, રોહિત જેવા દિગ્ગજોની યાદીમાં RCB ના દિગ્ગજ ગુજરાતી ખેલાડીનું નામ જોડાયું

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
IPLમાં સૌથી વધુ ખિતાબ જીતનારા ધોની, રોહિત જેવા દિગ્ગજોની યાદીમાં RCB ના દિગ્ગજ ગુજરાતી ખેલાડીનું નામ જોડાયું 1 - image


Image Source: Twitter

Krunal Pandya Now Has 4 IPL Trophies: RCBએ 18 વર્ષની લાંબી રાહ જોયા બાદ IPLની ટ્રોફી હાંસલ કરી લીધી છે. અમદાવાદમાં રમાયેલી IPL 2025ની ફાઈનલ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને છ રનથી હરાવ્યુ છે. કોહલીએ ફાઈનલ મેચમાં RCB માટે સૌથી વધુ 43 રન બનાવ્યા હતાં. પ્રથમ બેટિંગ કરતા RCB એ PBKS ને જીતવા માટે 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જ્યારે આ સ્કોરનો પીછો કરતા પંજાબની ટીમ 20 ઓવરમાં માત્ર 184 રન જ બનાવી શકી. 6 રનની આ જીત સાથે RCB IPLના ઈતિહાસમાં પ્રથમ ટાઈટલ જીતવામાં સફળ રહી. 

એક તરફ RCB પોતાની કારકિર્દીનો પ્રથમ ખિતાબ જીતી રહી હતી, તો બીજી તરફ ટીમનો એક એવો ગુજરાતી ખેલાડી હતો જેણે પોતાના કેબિનેટમાં ચોથી IPL ટ્રોફી સામેલ કરી છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ RCB  vs PBKS ફાઈનલનો પ્લેયર ઓફ ધ મેચ કૃણાલ પંડ્યા છે. RCBને ટ્રોફી જીતાડવા પહેલા આ ઓલરાઉન્ડર મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહીને 2017, 2019 અને 2020માં ખિતાબ જીતી ચૂક્યો છે. જોકે, કૃણાલના નામે સૌથી વધુ IPL ટ્રોફી જીતવાનો રેકોર્ડ નથી. IPLના ઇતિહાસમાં માત્ર એવા 2 જ ખેલાડીઓ છે જેમણે 6-6 ટ્રોફી જીતી છે.

રોહિત શર્મા ટોપ પર

આ લિસ્ટમાં મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ટોપ પર છે, બીજી તરફ અંબાતી રાયડુ તેની સાથે સંયુક્ત રીતે અહીં ઉભો છે. રોહિતે 2009માં ડેક્કન ચાર્જર્સ તરફથી રમતી વખતે ખિતાબ જીત્યો હચો અને પછી મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત ચેમ્પિયન બનાવ્યું હતું. રાયડુએ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સાથે મળીને 6 ટ્રોફી જીતી છે.

આ પણ વાંચો: RCBની જીતનો હીરો ગુજરાતી, આ સિદ્ધિ મેળવનાર IPL ઈતિહાસનો પહેલો ખેલાડી, કોહલીએ કર્યા વખાણ

IPLમાં સૌથી વધુ ખિતાબ જીતનારા ખેલાડી

6- રોહિત શર્મા, અંબાતી રાયડુ

5- MS ધોની, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા

4- રવીન્દ્ર જાડેજા, લસિથ મલિંગા, કૃણાલ પંડ્યા

લિસ્ટમાં MS ધોની, કીરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યા 5-5 ટ્રોફી સાથે બીજા નંબર પર છે. જ્યારે કૃણાલ પંડ્યાએ 4 ટ્રોફી સાથે રવીન્દ્ર જાડેજા અને લસિથ મલિંગાની બરાબરી કરી છે.

Tags :