Sports

દિગ્ગજ નેતાનો પુત્ર IPLમાં રમશે! KKRએ ખરીદતા કહ્યું- 'ઘણા લોકો ટોણાં મારતા હતા પણ...'

By GS TEAM
18 Dec 20252 mins read
TukuTouch Logo
અબુધાબીમાં થયેલી IPL-2026 માટે ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે સાર્થક રંજનને રૂ. 30 લાખમાં ખરીદ્યો હતો. આ પછી સાર્થક સતત ચર્ચામાં છે. દિગ્ગજ નેતાના પુત્ર સાર્થકે જણાવ્યું હતું કે, 'IPL સુધી પહોંચતા પહેલા ઘણાં લોકો ટોણાં મારતા હતા પણ...'

Summarized by AI; it may make mistakes. Check important info

દિગ્ગજ નેતાનો પુત્ર IPLમાં રમશે! KKRએ ખરીદતા કહ્યું- 'ઘણા લોકો ટોણાં મારતા હતા પણ...'

Sarthak Ranjan : અબુધાબીમાં થયેલી IPL-2026 માટે ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે સાર્થક રંજનને રૂ. 30 લાખમાં ખરીદ્યો હતો. આ પછી સાર્થક સતત ચર્ચામાં છે. દિગ્ગજ નેતાના પુત્ર સાર્થકે જણાવ્યું હતું કે,  'IPL સુધી પહોંચતા પહેલા ઘણાં લોકો ટોણાં મારતા હતા પણ...'

સાર્થક રંજનના સારા પ્રદર્શન બદલ તેના માતાપિતાનું નામ લેવાતુ

સાર્થકના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. લોકો તેની રમતના વખાણ કરી રહ્યા છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, સાર્થકનું બાળપણ ખૂબ જ મુશ્કેલ હતું. જ્યારે પણ તે કંઈપણ પ્રાપ્ત કરતો, ત્યારે લોકો તેના પ્રદર્શનને બદલે તેના માતાપિતાનું નામ લેતા હતા. 

સાર્થક રંજનના પિતા રણજીત રંજન અને માતા રાજેશ રંજન છે. જેમને પપ્પુ યાદવ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને રાજકારણમાં સામેલ છે. એક પ્રભાવશાળી રાજકીય પરિવારમાંથી આવતા હોવાથી, તેમની ખ્યાતિ ઘણીવાર તેના માતાપિતા દ્વારા ઢંકાયેલી રહેતી હતી. સોશિયલ મીડિયા પર સાર્થકના ઘણા ફોલોઅર્સ છે. વધુમાં, સાર્થકને ગાવાનો પણ શોખ છે.

સાર્થકે શું કહ્યું?

સાર્થકે કહ્યું કે, 'જો હું ફરિયાદ કરુ કે જીવનમાં મને ઘણાં ટોણા સાંભળવા પડ્યા છે, તો હુ સ્વાર્થી કહેવાઈશ. KKR ટીમ માટે ખરીદાતા હું ખુશ છું. હું અત્યારે કોઈ ભાગ્ય વિશે વિચારી રહ્યો નથી. બધું જ પોતાના સમયે અને પોતાની ગતિએ થઈ રહ્યું છે. તેથી હું ખુશ અને આભારી છું કે ભગવાને મને આ તક આપી છે.'

આ પણ વાંચો: ગરીબીમાં સાયકલ પર 14 કિ.મી. દૂર સ્ટેડિયમ જતા ખેલાડીને IPL માટે મળ્યા 14 કરોડ! રાતોરાત સ્ટાર

29 વર્ષીય સાર્થક દિલ્હી પ્રીમિયર લીગમાં નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સથી તરફથી રમતો હતો.  પહેલી સિઝનમાં તેનો દેખાવ બરોબર જોવા મળ્યો હતો. સાર્થકે 10 ઇનિંગ્સમાં 252 રન બનાવ્યા હતા. જ્યારે બીજી સિઝનમાં સાર્થકે સારુ પ્રદર્શન કર્યું હતું. આ વખતે તેણે માત્ર નવ મેચમાં 449 રન બનાવ્યા હતા. આ દરમિયાન ક્રિકેટ ચાહકોએ તેના બેટમાંથી એક સદી અને ચાર અડધી સદી જોઈ હતી.