CSKની જીત બાદ જાડેજાને લઈને કોહલીનું આવ્યું મોટું નિવેદન, માહી માટે પણ ખાસ મેસેજ
ચેન્નઈ પાંચ ટાઈટલ જીતનારી બીજી ટીમ બની
કોહલી જાડેજાની ક્ષમતા જોઈને દંગ રહી ગયો
Image:Instagram |
ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ગુજરાત ટાઇટન્સ સામે IPL 2023ની ફાઇનલ મેચમાં છેલ્લા બે બોલમાં 10 રન ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સે પાંચમી વખત IPL ટ્રોફી પર કબજો કર્યો અને ટાઈટલ જીતવાના મામલે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી હતી. ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહિત શર્માની ઓવરમાં છેલ્લા બે બોલમાં એક છગ્ગો અને ચોગ્ગો ફટકારી રવિન્દ્ર જાડેજાએ IPL 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ પાસેથી ટ્રોફી છીનવી લીધી હતી.
જાડેજાની ક્ષમતા જોઈ વિરાટ દંગ
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મેચ ફીનીશ કરવાની રવિન્દ્ર જાડેજાની ક્ષમતા જોઈને દંગ રહી ગયો હતો અને તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક પ્રતિક્રિયા આપીને ફેન્સના દિલ જીતી લીધા હતા. કોહલીએ IPL 2023ની ફાઇનલમાં રવીન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શન માટે તેના વખાણ કર્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સે તેનું પાંચમું IPL ટાઈટલ જીત્યા બાદ વિરાટ કોહલીએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં રવિન્દ્ર જાડેજાને ચેમ્પિયન જાહેર કર્યો અને હાર્ટ ઈમોજી મૂકી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને અભિનંદન આપ્યા હતા.
રિવાબાએ મેદાન પર જ રવિન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કર્યા, લોકોએ કહ્યું ક્ષત્રિયના સંસ્કાર
કોહલીએ સોશ્યલ મીડિયા પર આપ્યા અભિનંદન
કોહલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, 'રવીન્દ્ર જાડેજા ચેમ્પિયન છે. ખુબ સરસ CSK, અને માહીને ખાસ અભિનંદન. રવિન્દ્ર જાડેજાએ રન ચેઝના છેલ્લા બે બોલમાં 10 રન બનાવીને CSKને IPL 2023 ચેમ્પિયન બનાવવામાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલમાં બેટથી યોગદાન ન આપ્યું હોવા છતાં ધોનીએ શુભમન ગિલને સ્ટમ્પ આઉટ કરીને મહત્વની ભૂમિકા ભજવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ બાદ હવે ચેન્નઈ પાંચ ટાઈટલ જીતનારી બીજી ટીમ બની ગઈ છે. આ સાથે જ આ સિઝનમાં ધોની માટે દરેક મેદાનને પીળો મહાસાગર બનાવનારા ફેન્સના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા.