mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

'કોહલીએ માત્ર સદી નથી ફટકારી પરંતુ...', વિરાટની 50મી સદી પર PM મોદીએ આપી શુભેચ્છા

કોહલીએ માત્ર તેની 50મી ODI સદી જ નથી ફટકારી, પરંતુ શ્રેષ્ઠતા અને દ્રઢતાનું ઉદાહરણ આપ્યું છે : મોદી

Updated: Nov 15th, 2023

'કોહલીએ માત્ર સદી નથી ફટકારી પરંતુ...', વિરાટની 50મી સદી પર PM મોદીએ આપી શુભેચ્છા 1 - image
Image Twitter 
તા. 15 નવેમ્બર 2023, બૂધવાર 

Virat Kohli Record: મુંબઈના વાનખેડેમાં રમાઈ રહેલી સેમીફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે કમાલ બતાવી છે. ન્યુઝીલેન્ડ સામે વિરાટ કોહલીએ 81મો રન બનાવતા જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિન તેંડુલકરે વર્લ્ડ કપ 2003માં 673 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે આ વર્લ્ડ કપની આઠમી અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ  માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડતા મોટી સિદ્ધિ હાંસલ કરનારો વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ખેલાડી બન્યો છે. જે બાદ પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના ટ્વિટર હેન્ડલ પરથી અભિનંદન પાઠવ્યા હતા. 

કોહલીએ માત્ર તેની 50મી ODI સદી જ નથી ફટકારી, પરંતુ શ્રેષ્ઠતા અને દ્રઢતાનું ઉદાહરણ આપ્યું છે : મોદી

ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના X હેન્ડલમાં વિરાટ કોહલીને અભિનંદન આપતા લખ્યું હતું કે, આજે વિરાટ કોહલીએ માત્ર તેની 50મી ODI સદી જ નથી ફટકારી, પરંતુ શ્રેષ્ઠતા અને દ્રઢતાની ભાવનાનું ઉદાહરણ પણ આપ્યું છે, જે સર્વોચ્ચ રમતગમત કૌશલ્યને પારિભાષિત કરે છે. 

આ નોંધપાત્ર છે કે તેની આ ઉપલબ્ધિ નિરંતર સમર્પણ અને અસાધારણ પ્રતિભાનું પ્રમાણ છે.  હું તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તેઓ ભવિષ્યની પેઢીઓ માટે એક બેન્ચમાર્ક સ્થાપિત કરતા રહે છે.

કોહલી આ સિદ્ધિ હાંસલ કરનારો વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ખેલાડી બન્યો 

હવે કોઈ એક વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનારા બેસ્ટમેન વિરાટ કોહલી બની ગયા છે. વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો છે. વર્લ્ડ કપ 2003માં સચિન તેંડુલકરે 673 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે 81માં રન બનાવતાની સાથે જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.  ભારતનો સ્કોર 290ને પાર થઈ ચૂક્યો છે. ત્યારે કોહલીએ 105 બોલમાં 100 રન પૂર્ણ કર્યા છે. વિરાટ કોહલી આજે સૌથી વધુ વર્લ્ડ કપ રન બનાવનારો ખેલાડી બન્યો હતો. આ સાથે તે પોતાની ઈન્ટરનેશનલ વનડે કારકિર્દીની 50મી સદી ફટકારી દીધી છે. આ ફોર્મેટમાં સૌથી વધુ 49 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. હવે કોહલી આ સિદ્ધિ હાંસલ કરનારો વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ખેલાડી બની ગયો છે.

Gujarat