Get The App

સ્ટેડિયમમાં કોહલી કોહલીની બૂમોથી મજા આવે છે, નવીન ઉલ હક હકનું નિવેદન

1 મે 2023 ના રોજ વિરાટ કોહલી સાથે મેદાનમાં અને મેદાનની બહાર તૂ-તૂ, મૈ- મૈ થઈ ગઈ હતી.

સ્ટેડિયમમાં જે કોહલી કોહલીનો શોર થઈ રહ્યો હતો, તેનાથી તેને કોઈ ફરક પડતો નથી

Updated: May 26th, 2023

GS TEAM


Google News
Google News
સ્ટેડિયમમાં કોહલી કોહલીની બૂમોથી મજા આવે છે, નવીન ઉલ હક હકનું નિવેદન 1 - image
Image Twitter IPL

તા. 26 મે 2023, શુક્રવાર 

હાલમાં આઈપીએલ મેચ ચાલી રહી છે અને તેમા દરેક પ્લેયર પોતાની ટીમને જીતાડવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આવામાં વિરાટ કોહલી સાથે ઝઘડો થયા બાદ  લખનઉ સુપર જાયન્ટસના ખેલાડી નવીન ઉલ હક હકનું કોહલી પર એક નિવેદન આવ્યું છે. 

1 મે 2023 ના રોજ વિરાટ કોહલી સાથે મેદાનમાં અને મેદાનની બહાર તૂ-તૂ, મૈ- મૈ થઈ ગઈ હતી

આ બાબતે લખનઉ સુપર જાયન્ટસના ખેલાડી નવીન ઉલ હક હકે વાત કરતા કહ્યુ હતું કે, જ્યારે દર્શકો કોહલી કોહલીની બૂમો પાડતા હોય છે ત્યારે બહુજ મજા આવે છે. નવીનની 1 મે 2023 ના રોજ વિરાટ કોહલી સાથે મેદાનમાં અને મેદાનની બહાર તૂ-તૂ, મૈ- મૈ થઈ ગઈ હતી. 

સ્ટેડિયમમાં જે કોહલી કોહલીનો શોર થઈ રહ્યો હતો, તેનાથી તેને કોઈ ફરક પડતો નથી 

આ મુદ્દે લખનઉ સુપર જાયન્ટસના ગૌતમ ગંભીર પણ તેમા કુદી પડ્યા હતા.  આ મેચ બાદ નવીન જ્યાર જ્યારે પણ મેદાનમાં રમવા માટે આવતો હતો ત્યારે દર્શકો તેમની બોલિંગ દરમ્યાન દર્શકો કોહલી કોહલીની બૂમો પાડતા હતા. આ બાબતે નવીને કહ્યું કે સ્ટેડિયમમાં જે કોહલી કોહલીનો શોર થઈ રહ્યો હતો, તેનાથી તેને કોઈ ફરક પડતો નથી પરંતુ તે એન્જોય કરતો હતો. અફઘાનિસ્તાનના નવીન ઉલ હકે કહ્યું કે, આ આઈપીએલ મેચમાં કુલ 8 મેચ રમી છે અને તેમા 13 વિકેટ લીધી હતી. 

Tags :