લોર્ડ્સ ટેસ્ટની હાર ક્યારેય નહીં ભૂલી શકે કેએલ રાહુલ, કેટલીક તસવીરો શેર કરીને લખી ઇમોશનલ વાત
| |
કેએલ રાહુલે શેર કરી તસવીરો
કેએલ રાહુલે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લોર્ડ્સ ટેસ્ટની અમુક તસવીરો શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે, 'કેટલીક મેચ જીત અને હારથી વધુ મહત્ત્વની હોય છે. તે તમારી આત્મા અને કેરેક્ટરને ટેસ્ટ કરે છે. જે કંઈ તેમાંથી તમે શીખો છો, તે તમને મજબૂત બનાવે છે.' કે.એલ. રાહુલની વાત કરીએ તો તેણે લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં સદી ફટકારી હતી. જ્યારે બીજી ઇનિંગમાં તેણે 39 રન બનાવ્યા હતા. રાહુલ ભારતીય ટીમની બીજી ઇનિંગમાં સૌથી વધુ સ્કોરની યાદીમાં બીજા ક્રમમાં છે. રવિંદ્ર જાડેજાએ તેના કરતા વધુ 61 રન બનાવ્યા હતા.
ટેસ્ટ સીરિઝમાં રાહુલનો સ્કોર
ગત ટેસ્ટ સીરિઝમાં કે.એલ.રાહુલે ત્રણ મેચની છ ઇનિંગમાં 62.50ના એવરેજથી 375 રન બનાવ્યા છે. તે હાલ આ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર બેટરોની યાદીમાં ચોથા સ્થાને છે. તેણે લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 42 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં 137 રન બનાવ્યા હતા. બીજા ટેસ્ટ મેચની વાત કરીએ તો રાહુલે પહેલી ઇનિંગમાં માત્ર બે રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં તેણે 55 રનનો યોગદાન આપ્યું હતું. આ બંને ટીમો વચ્ચે હવે ચોથી ટેસ્ટ મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રાફોર્ડ સ્ટેડિયમમાં 23 જુલાઈથી શરૂ થવા જઇ રહી છે.