Sports

VIDEO: કે.એલ. રાહુલે હાથ જોડ્યા, ગંભીરે ગળે લગાવ્યો, ડ્રેસિંગ રૂમમાં પંતનું જોરદાર સ્વાગત

By GS TEAM
21 Jun 20252 mins read
TukuTouch Logo
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચનો પહેલો દિવસ પૂર્ણ થઈ ગયો છે. લીડ્સના હેડિંગ્લી ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની સદીઓના આધારે 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા છે. રિષભ પંત (65*) અને શુભમન ગિલ (127*) અણનમ છે અને બીજા દિવસે ભારતની ઇનિંગને આગળ ધપાવશે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ડ્રેસિંગ રૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: કે.એલ. રાહુલે હાથ જોડ્યા, ગંભીરે ગળે લગાવ્યો, ડ્રેસિંગ રૂમમાં પંતનું જોરદાર સ્વાગત
Images Source: FB

IND vs ENG Test Series: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચનો પહેલો દિવસ પૂર્ણ થઈ ગયો છે. લીડ્સના હેડિંગ્લી ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી આ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની સદીઓના આધારે 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા છે. રિષભ પંત (65*) અને શુભમન ગિલ (127*) અણનમ છે અને બીજા દિવસે ભારતની ઇનિંગને આગળ ધપાવશે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ડ્રેસિંગ રૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જે ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

ડ્રેસિંગ રૂમમાં ગિલ અને પંતનું તાળીઓના ગડગડાટથી સ્વાગત

પહેલા દિવસની રમત પૂરી થયા પછી કેપ્ટન શુભમન ગિલ અને રિષભ પંત ડ્રેસિંગ રૂમમાં પરત ફરે છે. ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે ડ્રેસિંગ રૂમમાં બંનેનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું. આ દરમિયાન, કે.એલ. રાહુલે શુભમન ગિલની પીઠ થપથપાવી. જ્યારે રિષભ પંત સામે હાથ જોડ્યા હતા. રિષભ પંતે ઇનિંગ દરમિયાન કેટલાક એવા શોટ ફટકાર્યા, જેનાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પહેલા દિવસની રમતની છેલ્લી ઓવરમાં, તેણે ક્રિસ વોક્સના બોલ પર સિક્સર પણ ફટકારી હતી.



રિષભ પંત પાસે સદી ફટકારવાની તક!

શનિવારે (21મી જૂન) ટેસ્ટ મેચના બીજા દિવસે રિષભ પંત પોતાની લય જાળવી રાખવા માંગશે. જો તે બીજા દિવસની રમત દરમિયાન પહેલી થોડી ઓવર કાળજીપૂર્વક રમશે, તો તે સદી પૂર્ણ કરી શકશે. તેમના નામે ઈંગ્લેન્ડમાં બે સદી છે. તેમણે વર્ષ 2018 અને 2022માં સદી ફટકારી હતી. લીડ્સ ટેસ્ટમાં 65 રનની ઈનિંગ દરમિયાન રિષભ પંતે એમએસ ધોનીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. તે હવે સેના દેશોમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય વિકેટકીપર બની ગયો છે.