Sports

રાતોરાત કશું ન બદલાય: ટીમ ઈન્ડિયાની નબળી બેટિંગ પર K L રાહુલનો જવાબ, કોહલીને લઈને મોટું નિવેદન

By GS TEAM
29 Nov 20252 mins read
TukuTouch Logo
India vs South Africa ODI: ઘરઆંગણે જે સાઉથ આફ્રિકા સાથેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો કારમો પરાજય થયો છે. જે બાદ હવે બંને ટીમો વચ્ચે વનડે સીરિઝ શરૂ થવા જઈ રહી છે જેની પહેલી મેચ રવિવારે રમાશે. 30મી નવેમ્બરે રાંચીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સીરિઝની પ્રથમ વનડે મેચ રમાશે, જે પહેલા કેપ્ટન કે એલ રાહુલે મીડિયા સાથે વાતચીત કરી. રાહુલે સ્વીકાર્યું કે સ્પિનર્સ વિરુદ્ધ ભારતના ખેલાડીઓ બેટિંગ નબળા સાબિત થઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાતોરાત કશું ન બદલાય: ટીમ ઈન્ડિયાની નબળી બેટિંગ પર K L રાહુલનો જવાબ, કોહલીને લઈને મોટું નિવેદન

India vs South Africa ODI:  ઘરઆંગણે જે સાઉથ આફ્રિકા સાથેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો કારમો પરાજય થયો છે. જે બાદ હવે બંને ટીમો વચ્ચે વનડે સીરિઝ શરૂ થવા જઈ રહી છે જેની પહેલી મેચ રવિવારે રમાશે. 30મી નવેમ્બરે રાંચીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સીરિઝની પ્રથમ વનડે મેચ રમાશે, જે પહેલા કેપ્ટન કે એલ રાહુલે મીડિયા સાથે વાતચીત કરી. રાહુલે સ્વીકાર્યું કે સ્પિનર્સ વિરુદ્ધ ભારતના ખેલાડીઓ બેટિંગ નબળા સાબિત થઈ રહ્યા છે જે ચિંતાનો વિષય છે. 

ટીમ ઈન્ડિયાની નબળી બેટિંગ પર મોટું નિવેદન

કે એલ રાહુલે કહ્યું, કે છેલ્લી કેટલીક મેચમાં અમે સ્પિનર્સ સામે સારું નથી રમી રહ્યા. મને ખરેખર નથી ખબર કે અમે પહેલા સારું રમતા હતા તો હવે કેમ નથી રમી શકતા. મારી પાસે કોઈ નિશ્ચિત જવાબ નથી. પણ અમે બેટિંગમાં સુધારો લાવવા પ્રયાસ કરી રહ્યા છે. બેટર્સે ટેકનિક વ્યૂહનીતિ બદલવી પડશે, જે એક લાંબી પ્રક્રિયા છે. આ બધુ રાતોરાત ન બદલાઈ શકે. જરૂર પડી તો તેવા સિનિયર ખેલાડીઓની સલાહ લઈશું તે સ્પિનર્સ સામે ખૂબ સારી બેટિંગ કરતાં હતા. 

વિરાટ કોહલી અને રોહિત શર્માના કર્યા વખાણ 

રાહુલ વિરાટ કોહલીના વખાણ કરતાં કહ્યું કે વનડેમાં ચોગ્ગા-છગ્ગાની સાથે સાથે એક એક રન લેવા મહત્ત્વપૂર્ણ છે. જેમાં વિરાટ કોહલી માહેર છે. અમે તેમની પાસેથી શીખીએ છીએ. વિરાટ વાપસીને લઈને અમે ઉત્સાહિત છીએ. તેમની હાજરી અમારા માટે હંમેશા ખાસ રહે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી એમ બે સિનિયર ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં હોય તો અમારો આત્મવિશ્વાસ વધી જાય છે. અમે ખુશ છીએ કે તે બંને અહીં છે. 

રવીન્દ્ર જાડેજાની વાપસીને લઈને રાહુલે કહ્યું, કે જડ્ડુએ વારંવાર ભારત માટે શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે. તેમનો અનુભવ અમારા માટે આ સીરિઝમાં ખાસ રહેશે. પ્લેઈંગ-11ને લઈને થતી અટકળો પર રાહુલે કોઈ જવાબ ન આપ્યો અને કહ્યું કે તે પછી નક્કી કરાશે. જોકે તેવા સંકેત છે કે રિષભ પંતને પ્લેઈંગ-11માં સ્થાન મળશે નહીં.