Get The App

IPL 2025: પહેલી પસંદ હતો શ્રેયસ અય્યર, છતાં કેમ કર્યો રીલીઝ? શાહરુખ ખાનની ટીમના CEOએ કર્યો ઘટસ્ફોટ

Updated: Nov 2nd, 2024

GS TEAM


Google News
Google News
Shreyas Iyer



IPL 2025 : ક્રિકેટ ટૂર્નામેન્ટ આઈપીએલને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રિટેન્શન લિસ્ટ આવી ગયા બાદ હવે મેગા ઓક્શનની રાહ જોવાઈ રહી છે. રિટેન્શન લિસ્ટમાં ઘણી ટીમોએ સ્ટાર ખેલાડીને પડતાં મૂકી દેતાં ફેન્સ ચોંકી ઉઠ્યા છે. આવું જ એક નામ છે શ્રેયસ અય્યરનું. 

સૌ કોઈને આશા હતી કે IPL 2025માં પણ શ્રેયસ અય્યર જ KKRની કમાન સંભાળશે. જોકે ફ્રેન્ચાઇઝીએ તેને રિટેન જ નથી કર્યો. શ્રેયસ અય્યરને પડતો મૂકી દેવા મુદ્દે કોલકાતા નાઈટ રાઈડર્સના CEO વેંકી મૈસૂરે જવાબ આપ્યો છે. નોંધનીય છે કે કોલકાતા નાઈટ રાઈડર્સના CEOએ સ્પષ્ટ તો નથી કહ્યું કે હરાજીમાં જવાનો નિર્ણય શ્રેયસનો જ હતો, પરંતુ ઈશારામાં બધુ જણાવી દીધું. મૈસૂરે કહ્યું છે કે, 'અમારી ટીમ તો શ્રેયસ અય્યરને પહેલા સ્થાન પર જ રિટેન કરવાની હતી. રિટેન્શન માટે બંને તરફથી સંમતિ હોવી જરૂરી હોય છે. માત્ર ટીમના કહેવાથી ન થાય, ખેલાડીઓએ પણ ઘણું બધુ જોવાનું રહે છે. ઘણીવાર અલગ અલગ કારણના લીધે કોન્ટ્રાક્ટ થઈ શકતો નથી. ઘણીવાર પૈસા મુદ્દે ખેલાડી પોતે હરાજીમાં ઉતરવા માંગતા હોય છે. શ્રેયસ અય્યર સાથે અમારા સંબંધ સારા છે. પણ જે ખેલાડી હરાજીમાં જવા માંગે છે, તેમનું પણ અમે સમર્થન કરીએ છીએ.' 

આ પણ વાંચોઃ 'બધું 10 જ મિનિટમાં થઇ ગયું...' ટીમ ઈન્ડિયાની ખરાબ બેટિંગ પર ગુજ્જુ ઓલરાઉન્ડરનું મોટું નિવેદન

કોલકાતા નાઈટ રાઈડર્સનું રિટેન્શન લિસ્ટ

રીન્કુ સિંહ- 13 કરોડ 

રસેલ- 12 કરોડ 

વરુણ ચક્રવર્તી- 12 કરોડ 

સુનિલ નરેન- 12 કરોડ 

હર્ષિત રાણા- 4 કરોડ 

રમનદીપ સિંહ- 4 કરોડ 

KKRએ 57 કરોડ રૂપિયામાં છે ખેલાડીઓને રિટેન કર્યા છે, હજુ તેમના પર્સમાં 51 કરોડ રૂપિયા બચ્યા છે.

આ પણ વાંચોઃ IPL 2025: રીલીઝ થયેલા બોલર્સમાં પાંચ સૌથી ચોંકાવનારા નામ, સૌ કોઈને હતી રિટેનની આશા


Tags :