Get The App

એબી ડિવિલિયર્સ કરતા પણ ખતરનાક છે આ સાઉથ આફ્રિકન બેટર, ફટકારી ધૂંઆધાર ડબલ સેન્ચુરી

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
એબી ડિવિલિયર્સ કરતા પણ ખતરનાક છે આ સાઉથ આફ્રિકન બેટર, ફટકારી ધૂંઆધાર ડબલ સેન્ચુરી 1 - image


Jorich Van Schalkwyk Created History: સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમના ઓપનર બેટ્સમેન જોરિચ વેન શાલ્કવિકે ઝિમ્બાબ્વે સામેની યુથ વન-ડેમાં ઈતિહાસ રચ્યો છે. એબી ડિવિલિયર્સ કરતા પણ ખતરનાક આ 18 વર્ષીય ખેલાડી જોરિચે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરતા 215 રનની શાનદાર ઈનિંગ રમી. આ સાથે જ જોરિચ મેન્સ યુથ વનડેમાં ડબલ સેન્ચુરી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જોરિચે 153 બોલમાં 215 રનની શાનદાર ઈનિંગ રમી. પોતાની 153 બોલની આ રેકોર્ડબ્રેક ઈનિંગમાં જોરિચે 19 ચોગ્ગા અને 6 છગ્ગા પણ ફટકાર્યા હતા.

આ ધૂંઆધાર ઈનિંગ સાથે જ જોરિચે 2018માં શ્રીલંકાની અંડર-19 ટીમના હસિથા બોયાગોડાના 191 રનના રેકોર્ડને તોડી નાખ્યો. બોયાગોડાએ આ રેકોર્ડ કેન્યા સામે બનાવ્યો હતો. જોરિચે ઝિમ્બાબ્વે સામેની આ મેચમાં 212 મીનિટ ક્રીઝ પર વિતાવી હતી, જ્યારે ઈનિંગની શરૂઆત કરતી વખતે તેણે 46.2 ઓવર બેટિંગ કરી હતી.

બાંગ્લાદેશ સામે જોરિચે ફટકારી હતી સદી

આ પહેલા જોરિચે બાંગ્લાદેશ સામે પણ ધમાકેદાર સદી ફટકારી હતી. જોરિચે બાંગ્લાદેશ અંડર-19 સામે અણનમ 164 રન બનાવીને સાઉથ આફ્રિકા અંડર-19ના સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો પાછલો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. આવી સ્થિતિમાં ફરી એકવાર જોરિચે ધમાકેદાર બેટિંગ કરીને પોતાનો જ રેકોર્ડ તોડીને સાઉથ આફ્રિકા માટે એક નવો ઈતિહાસ રચી દીધો છે. 

આ પણ વાંચો: ગિલ-ગંભીરની જોડી સ્ટાર સ્પિનર કુલદીપની કેમ અવગણના કરી રહી છે? બોલિંગ કોચે ફોડ પાડ્યો

જોરિચની આ વિસ્ફોટક ઈનિંગના દમ પર યુથ વનડે ત્રિકોણીય સીરિઝની આ મેચમાં સાઉથ આફ્રિકાએ નિર્ધારિત 50 ઓવરમાં પ્રથમ ઈનિંગમાં 385 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જોકે, જવાબમાં ઝિમ્બાબ્વે અંડર-19 ટીમ માત્ર 107 રનના સ્કોર પર જ આઉટ થઈ ગઈ હતી. આમ સાઉથ આફ્રિકાની ટીમે મોટા માર્જિનથી મેચ પોતાના નામે કરી લીધી હતી. બોલિંગની વાત કરીએ તો ઝિમ્બાબ્વે માટે તતેંડા ચિમુગોરો સૌથી સફળ રહ્યો હતો. તેણે આઠ ઓવરના સ્પેલમાં 62 રન આપીને છ વિકેટ ખેરવી હતી. આ ઉપરાંત જોરિચને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

Tags :