બીજી ટેસ્ટના એક દિવસ પહેલા ટીમમાં થઈ સ્ટાર ખેલાડીની વાપસી, પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs England 2nd Test Match: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ બર્મિંગહામના ઐતિહાસિક એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે આ મેચ માટે ઘણી તૈયારીઓ કરી છે, તેમની નજર સીરિઝમાં વાપસી કરવા પર છે. તો, ઇંગ્લેન્ડની ટીમ પોતાની લીડને વધુ મજબૂત બનાવવા માટે મેદાને ઉતરશે. પરંતુ આ મહત્ત્વની મેચના એક દિવસ પહેલા એજબેસ્ટનમાં એક ખાસ નજારો જોવા મળ્યો. હકીકતમાં એક સ્ટાર ખેલાડી એજબેસ્ટન પહેલા ફરી એકવાર ટીમમાં જોડાયો છે.
આ પણ વાંચો: ગૌતમ ગંભીરે કપિલ શર્માની બોલતી બંધ કરી, પંત-ચહલે પણ આપ્યું રિએક્શન
એજબેસ્ટન ટેસ્ટના એક દિવસ પરત ફર્યો આ ખેલાડી
આ મોટી મેચ પહેલા ઇંગ્લેન્ડની ટીમમાં હલચલ જોવા મળી છે. હકીકતમાં તેમનો સ્ટાર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ફરી એકવાર ટીમમાં જોડાયો છે. આર્ચરે એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડની ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો, પરંતુ તે આ ટેસ્ટ મેચમાં ભાગ લેશે નહીં. જોફ્રા આર્ચર, જે તેની ફાસ્ટ અને સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે. હાલમાં તે ફેમિલી ઈમરજન્સીના કારણે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમ છોડી દીધી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી હતી, જેમાં આર્ચરનું નામ સામેલ નથી.
ભારતીય ટીમ માટે આર્ચરની હાજરી હંમેશા પડકારજનક રહી છે
નોંધનીય છે કે, ભારતીય ટીમ માટે આર્ચરની હાજરી હંમેશા પડકારજનક રહી છે. પરંતુ તે આ મેચમાં રમતો જોવા મળશે નહીં. જોકે, આગામી ટેસ્ટ મેચોમાં તેને તક મળી શકે છે. તમને જણાવી દઈએ કે, જોફ્રા આર્ચર લગભગ 4 વર્ષથી ઇંગ્લેન્ડની ટીમ માટે કોઈ ટેસ્ટ મેચ રમ્યો નથી. તેણે વર્ષ 2021માં ભારત સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. ત્યારે તેને એજબેસ્ટન ટેસ્ટથી ફરી એકવાર ટેસ્ટમાં વાપસી કરવાની તક મળી હતી.








