Get The App

ઐતિહાસિક જીતની ભાવુક ઉજવણી: ધ્રુસકે ધ્રુસકે રડી પડી જેમિમા, મેચ બાદ કહ્યું- માનસિક રીતે પરેશાન હતી

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
Jemimah Rodrigues


Emotional Jemimah Rodrigues Breaks Down After Match-Winning Knock : આઇસીસી મહિલા વર્લ્ડકપ 2025ની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને પછાડી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમ માટે જીતની હીરો ત્રીજા ક્રમ પર બેટિંગ કરવા આવેલી જેમિમા રોડ્રિગ્ઝ રહી. મેચ બાદ જેમિમા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે 134 બોલમાં 94.77 સ્ટ્રાઈક રેટથી 127 રન ફટકાર્યા. મેચ બાદ તેને પ્લેયર ઓફ ધ મેચનો ઍવોર્ડ પણ આપવામાં આવ્યો. જેમિમાએ મેચમાં 14 ચોગ્ગા પણ ફટકાર્યા. 

ઐતિહાસિક જીતની ભાવુક ઉજવણી: ધ્રુસકે ધ્રુસકે રડી પડી જેમિમા, મેચ બાદ કહ્યું- માનસિક રીતે પરેશાન હતી 2 - image

ભાવુક થઈને શું બોલી જેમિમા? 

ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ મહત્ત્વપૂર્ણ મેચ જીત્યા બાદ જેમિમા મેદાન પર જ રડી પડી. ઍવોર્ડ લેતા સમયે પણ તેની આંખોમાં આંસુ દેખાયા. તેણે કહ્યું, કે 'હું મારા માતા પિતાની આભારી છું. તેમના વિના આ શક્ય નહોતું. ગઈ વખતે મને વર્લ્ડકપમાં રમવાનો મોકો નહોતો પણ આ વખતે મળ્યો. હું માનસિક રીતે પરેશાન હતી. મેં બાઈબલ વાંચી જેનાથી મને મદદ મળી. આટલી મોટી સંખ્યામાં લોકો અમારું સમર્થન કરવા આવ્યા તે બદલ આભાર.'

ઐતિહાસિક જીતની ભાવુક ઉજવણી: ધ્રુસકે ધ્રુસકે રડી પડી જેમિમા, મેચ બાદ કહ્યું- માનસિક રીતે પરેશાન હતી 3 - image

જીત બાદ ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ પવેલીયનમાં રડી પડી હતી. તેણે પણ મેચમાં 89 રન ફટકારી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 

ચેમ્પિયન રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમને ધૂળ ચટાડી 

ઓસ્ટ્રેલિયાએ ટીમ આ ટૂર્નામેન્ટમાં આ મેચ સિવાયની તમામ મેચ જીતી હતી, પરંતુ ભારતીય ટીમે એલીસ હીલીની ટીમનો વિજય રથ રોકી દીધો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 49.5 ઓવર 338 રન બનાવ્યા હતા. ઓલઆઉટ થયેલા ઓસ્ટ્રેલિયાએ ભારત માટે 339 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારત માટે જેમિમાએ સદી ફટકારી અને કેપ્ટન હરમનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે 167 રનોની ભાગીદારી કરી જેનાથી ભારતે 48.3 ઓવરમાં પાંચ વિકેટ પર 341 રન બનાવીને મેચ પોતાના નામે કરી.

જેમિમાએ ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો

જેમિમાએ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં અણનમ 127 રન ફટકાર્યા, જે વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટર બની. ગંભીરે અગાઉ 2011ના વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 97 રન બનાવીને વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ ઇનિંગ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે, જેમિમાએ ગંભીરને પાછળ છોડી દીધો છે.

વર્લ્ડ કપમાં નોકઆઉટમાં ભારતનો સૌથી વધુ ઇનિંગ્સ (પુરુષો અને મહિલા)

127* રન - જેમિમા રોડ્રિગ્સ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સેમિફાઇનલ, 2025

97 રન - ગૌતમ ગંભીર વિરુદ્ધ શ્રીલંકા, ફાઇનલ, 2011

91* રન - એમએસ ધોની વિરુદ્ધ શ્રીલંકા, ફાઇનલ, 2011

89 રન - હરમનપ્રીત કૌર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સેમિફાઇનલ, 2025


Tags :