| Image : Twitter |
અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2023, મંગળવાર
BCCIએ જ્યારથી એશિયા કપ 2023 માટે પાકિસ્તાન જવાની ના પાડી છે ત્યારથી પાકિસ્તાન ક્રિકેટ હચમચી ગયુ છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે BCCIને લઈને એક ઉશ્કેરણીજનક નિવેદન પર આપ્યુ હતું જેનો જડબાતોડ જવાબ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને આપ્યો છે.
મિયાદાદને અશ્વિનનો જવાબ
રવિચંદ્રન અશ્વિને મિયાંદાદને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે ઘણીવાર અમને પાકિસ્તાનની ટીમ ભારત ના આવવાની વાત કહી હોય તેવું સાંભળવા મળતું હોય છે. એવું બનતું હોય છે કે ટુર્નામેન્ટને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત અશ્વિને કહ્યું કે આ વખતે એશિયા કપને શ્રીલંકામાં શિફ્ટ કરવો જોઈએ કારણ કે દર વખતે તેને દુબઈ શિફ્ટ કરી દેવામાં આવતો હોય છે.
Former Pakistan captain Javed Miandad lashes out at BCCI for their stance of not playing in Pakistan.#CricTracker #JavedMiandad #AsiaCup2023 pic.twitter.com/vgmiv5ToHb
— CricTracker (@Cricketracker) February 6, 2023
BCCI દ્વારા આ નિર્ણય લેવાયો હતો
એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક દરમિયાન BCCIના ચેરમેન જય શાહે જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોથી ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહી. જો એશિયા કપ પાકિસ્તાનથી શિફ્ટ કરવામાં આવે તો જ ઇન્ડિયન ટીમ તેમા ભાગ લઈ શકે છે. આ નિર્ણયના જવાબમાં પાકિસ્તાન તરફથી ધમકી આપવામાં આવી કે જો ભારતીય ટીમ પાકિસ્તાન નહી આવે તો પાકિસ્તાનની ટીમ પણ વનડે વર્લ્ડ કપ રમવા માટે ઇન્ડિયાનો પ્રવાસ કરશે નહી. આ વિવાદ વચ્ચે જાવેદ મિયાંદાદે કહ્યું હતું કે પાકિસ્તાનનું ક્રિકેટ ભારત વગર પણ સારું ચાલી રહ્યું છે, જો ઈન્ડિય ક્રિકેટ ટીમ પાકિસ્તાન ન આવે તો પાકિસ્તાન ક્રિકેટ ટીમે પણ ભારત ન જવું જોઈએ.


