જસપ્રીત બુમરાહની પત્ની પર યુઝરે કરી અભદ્ર ટિપ્પણી, સંજના ગણેશને લગાવી ફટકાર
સંજના ગણેશન એક જાણીતી સ્પોર્ટ્સ એન્કર છે
સંજનાએ હાલમાં જ એક પુત્રને જન્મ આપ્યો હતો
Image:Instagram |
Jasprit Bumrah’s Wife Sanjana Ganeshan Furious Reply : ક્રિકેટમાંથી થોડા સમય માટે બ્રેક લીધા બાદ જસપ્રીત બુમરાહ ગુરુવારે રાજકોટમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ફરી એક્શનમાં દેખાશે. પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે જીતી હતી જ્યારે બીજી ટેસ્ટ ભારતીય ટીમે જીતી સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ મેચમાં 9 વિકેટ લઈને ભારતને સીરિઝ બરાબર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેચ બાદ ભારતીય ક્રિકેટ ટીમના અન્ય ખેલાડીઓની જેમ બુમરાહે પણ પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.
બુમરાહની પત્ની પર યુઝરે કરી બોડી શેમિંગ કોમેન્ટ
બુમરાહે તેની પત્ની સંજના ગણેશન સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. જણાવી દઈએ કે સંજના એક જાણીતી સ્પોર્ટ્સ એન્કર છે. હાલમાં જ આ કપલે તેમનાં પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. જો કે સંજના ગણેશન પર એક યુઝરે બોડી શેમિંગ કોમેન્ટ કરી હતી. આ માટે બુમરાહની પત્નીએ તેને ફટકાર લગાવી હતી.
બુમરાહની પત્નીએ યુઝરને આપ્યો જડબાતોડ જવાબ
યુઝરે કોમેન્ટ કરી, “ભાભી જાડી દેખાઈ રહી છે.” આના પર સંજનાએ લખ્યું, “સ્કૂલની વિજ્ઞાનની પુસ્તકો તો યાદ થતી નથી તમારાથી, મહિલાઓના શરીર પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છો. ભાગો અહીંથી…” સંજના ગણેશનના આ જવાબના સોશિયલ મીડિયા પર વખાણ થઇ રહ્યા છે. આવા ફોટા પર ટિપ્પણી કરવી એ કોઈ પણ સંજોગોમાં રમુજી નથી. સંજનાએ હાલમાં જ પુત્રને જન્મ આપ્યો હતો અને ગર્ભાવસ્થા દરમિયાન વજન વધવું સ્વાભાવિક છે.