Get The App

VIDEO : બુમરાહને સિનિયરની સલાહ ન ગમી? વીડિયો વાઈરલ થતાં MIના ફેન્સ ચિંતામાં

Updated: May 31st, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : બુમરાહને સિનિયરની સલાહ ન ગમી? વીડિયો વાઈરલ થતાં MIના ફેન્સ ચિંતામાં 1 - image

GT Vs MI: IPL 2025ના એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર જીત નોંધાવી. મુંબઈની ટીમે ગુજરાત ટાઇટન્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. 20 રનની જીત સાથે મુંબઈને ક્વોલિફાયર-2માં પ્રવેશ મળ્યો. આ મેચમાં જસપ્રીત બુમરાહની બોલિંગ મહત્ત્વપૂર્ણ હતી. જ્યારે ગુજરાતની ટીમ મુંબઈ પર પ્રભુત્વ જમાવી રહી હતી, ત્યારે બુમરાહએ પોતાના સ્પેલથી મેચ પલટી નાખી હતી. જો કે, આ મેચ દરમિયાન બુમરાહ અને મુંબઈના કોચ મહેલા જયવર્ધને વચ્ચેની ચર્ચાનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેને જોતા મુંબઈના ફેન્સ ચિંતામાં મુકાયા છે.

બુમરાહ અને મુંબઈના કોચ મહેલા જયવર્ધનેનો વીડિયો વાઈરલ 

આ ઘટના ગુજરાતની ઇનિંગની 13મી ઓવર દરમિયાન બની હતી. જ્યારે જસપ્રીત બુમરાહ બાઉન્ડ્રી લાઇન પાસે ફિલ્ડિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કોચ મહેલા જયવર્ધને તેમને કંઈક સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ બુમરાહ તેમની સાથે સહમત ન થયા. તેમણે હાવભાવમાં જવાબ આપ્યો, જે કેમેરામાં કેદ થયો. મેચ દરમિયાન હિન્દી કોમેન્ટ્રી કરી રહેલા જતીન સપ્રુએ પોતાના અંદાજમાં તેનું વર્ણન કરતા કહ્યું કે, 'બુમરાહ કહી રહ્યા છે કે, હું મારું કામ ખૂબ સારી રીતે જાણું છું. હું અહીં છું, થોડી શાંતી રાખો. બસ મને એક તક આપો.'



જ્યારે આ ઘટના બની, ત્યારે સાઈ સુદર્શન અને વોશિંગ્ટન સુંદર સારી ભાગીદારી કરી રહ્યા હતા અને મેચ ગુજરાતના હાથ ઉપર હોય તેવું લાગતું હતું. પરંતુ બુમરાહ પોતે આગલી ઓવર એટલે કે 14મી ઓવર નાખવા આવ્યો. ઓવરના ચોથા બોલ પર, તેણે સુંદરને ક્લીન બોલ્ડ કર્યો. અહીંથી મેચનું ચિત્ર બદલાઈ ગયું. તે ઓવરમાં ફક્ત ચાર રન આવ્યા. સુંદર આઉટ થતાં જ દબાણ વધ્યું અને બે ઓવર પછી સાઈ સુદર્શન પણ પેવેલિયન પાછો ફર્યો. બુમરાહે તેના ચાર ઓવરના સ્પેલમાં ફક્ત 27 રન આપીને એક મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી.

VIDEO : બુમરાહને સિનિયરની સલાહ ન ગમી? વીડિયો વાઈરલ થતાં MIના ફેન્સ ચિંતામાં 2 - image